________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૭
ભિન્ન મળે છે તો જ ભિન્ન ભિન્ન પ્રતિનિયત આકારના ઘડા બનાવે છે. જો સાધનસામગ્રી ભિન્ન ભિન્ન ન મળી હોત તો ઘટ બનાવવાના સ્વભાવમાત્રથી આવા પ્રતિનિયત આકારવાળા ઘટ કુંભારથી બની શકે નહીં. તેવી જ રીતે “કર્મ” નામની સાધનસામગ્રી વિના દરેક ભવમાં તે તે ભવને અનુરૂપ પ્રતિનિયત આકારવાળી શરીરાદિની રચના એકરૂપવાળા સ્વભાવમાત્રથી સંભવી શકે નહીં. તેથી કર્મ નામનું સ્વતંત્ર નિમિત્તકારણ તમારે માનવું જોઈએ. ll૧૯૧૪-૧૯૧૫ll
मुत्तो अमुत्तो व तओ, जइ मुत्तो तोऽभिहाणओ भिन्नो । कम्मत्ति सहावोत्ति य, जइ वाऽमुत्तो न कत्ता तो ॥१९१६॥ देहाणं वोमं पिव, जुत्ता कज्जाइओ य मुत्तिमया । अह सो निक्कारणया, तो खरसिंगादओ होंतु ॥१९१७॥ (मूर्तोऽमूर्तो वा सको, यदि मूर्तस्ततोऽभिधानतो भिन्नः । कर्म इति स्वभाव इति, च यदि वाऽमूर्तो न कर्ता ततः ॥ देहानां व्योमेव, युक्ता कार्यादितश्च मूर्तिमता । अथ स निष्कारणता, ततः खरशृङ्गादयो भवन्तु ॥)
ગાથાર્થ - વળી તે સ્વભાવ મૂર્તિ છે કે અમૂર્ત છે ? જો મૂર્ત છે તો “આ કર્મ છે અને આ સ્વભાવ છે. આમ નામમાત્રથી જ વસ્તુ ભિન્ન થઈ અને જો તે સ્વભાવ અમૂર્ત છે તો તે સ્વભાવ આકાશની જેમ દેહાદિ ભાવોનો કર્તા થશે નહીં. તથા કાર્ય મૂર્તિ હોવાથી તે સ્વભાવને મૂર્તિ માનવો જ યુક્તિયુક્ત છે અને જો મૂર્ત માનો તો નામાન્તરથી કર્મ જ સ્વીકારેલું થશે. હવે જો તે સ્વભાવ નિષ્કારણતા રૂપ જ કહેશો તો ખરશૃંગાદિ પણ હો. /૧૯૧૬-૧૯૧૭ll.
વિવેચન - વળી તમે જે “સ્વભાવ” નામનો પદાર્થ માનો છો તે શું મૂર્તિ છે? (એટલે કે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળો રૂપી પદાર્થ છે ?) કે શું અમૂર્ત છે ? (એટલે કે અરૂપી છે ?) હવે જો આ સ્વભાવ નામનો પદાર્થ મૂર્તિ છે એટલે કે રૂપી છે તો અમે જે કર્મ કહીએ છીએ તે જ તત્ત્વ તમે સ્વીકાર્યું. ફક્ત નામમાત્રથી જ ભેદ રહ્યો. અમે જેને કર્મ કહીએ છીએ તેને જ તમે સ્વભાવ કહ્યો. કારણ કે અમે જે કર્મ નામનું કારણ માનીએ છીએ તે પુગલદ્રવ્ય હોવાથી રૂપી છે. તેવો જ આ સ્વભાવ પણ તમે રૂપી પદાર્થ માન્યો એટલે તે પણ રૂપી જ છે. અર્થાત્ કર્મ જ છે. આમ નક્કી થઈ જ ગયું. તો પુણ્ય