________________
૪૯૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પ્રતિનિયત આકારવાળાં હોવાથી તે સ્વભાવ શરીરાદિનો કર્તા ઘટી શકે નહીં. જેમ ઉપકરણ વિના કુંભાર ઘટનો કર્તા થઈ શકે નહીં તેમ. ૧૯૧પો
વિવેચન - જો સ્વભાવ એ ઘટ-પટની જેમ એક પ્રકારનો પદાર્થવિશેષ જ છે, પણ દેખાતો નથી. આમ હે અલભ્રાત ! જો તમે માનો તો “ન દેખાય એવી વસ્તુ પણ જગતમાં હોય છે” આ વાત તો નક્કી થઈ જ ગઈ અને જો ન દેખાય તેવો પણ સ્વભાવ નામનો આ પદાર્થ જગતમાં હોય છે આવું માનો તો “પુણ્ય અને પાપ નામના કર્મને માનવામાં પણ આ જાય તો સમાન જ છે.” એટલે કે પુણ્ય અને પાપ નામનું કર્મ પણ ભલે દેખાતું નથી, પણ હોઈ શકે છે. આમ માનવું તે શું ખોટું છે ? અર્થાત્ ન દેખાતા એવા પણ સ્વભાવને જો તમે માનો છો તો ન દેખાતા એવા પુણ્ય-પાપ કર્મને પણ માની લેવાં જોઈએ. નથી દેખાતાં માટે નથી આવી દલીલ ન કરવી જોઈએ.
અથવા “ન દેખાતા એવા પણ સ્વભાવના અસ્તિત્વને માનવામાં” જે દલીલ (હેતુ) તમારી પાસે છે તે જ દલીલ કર્મના અસ્તિત્વને માનવામાં પણ લાગી શકે છે. જે યુક્તિથી તમે સ્વભાવનું અસ્તિત્વ માનો છો તે જ હેતુથી તમે કર્મનું અસ્તિત્વ પણ સ્વીકારો.
અથવા “સ્વભાવ” એવું તમે જે પદાર્થનું નામ આપો છો તે પદાર્થ જ કર્મસ્વરૂપ હો. એટલે કે અમે જેને કર્મ કહીએ છીએ તેને જ તમે સ્વભાવ માન્યો. માત્ર નામફરક થયો. વસ્તુ તો તેની તે જ રહી. અર્થાત્ સ્વભાવ એ કર્મનું બીજું નામ જ થયું. સ્વભાવના નામે પણ પુણ્ય-પાપ કર્મ જ સ્વીકારાયું. કારણ કે સ્વભાવ એ ઘટ-પટની જેમ એક પ્રકારની વસ્તુવિશેષ છે તેમ કર્મ એ પણ એક પ્રકારની કાર્મણવર્ગણાના પુદ્ગલોની બનેલી વસ્તુ વિશેષ જ છે. આ રીતે સ્વભાવના નામે પણ તમે કર્મતત્ત્વ જ સ્વીકાર્યું.'
વળી “સ્વભાવ” સદા એક પ્રકારનો જ હોય છે અને શરીરાદિ જુદા જુદા ભવોમાં પોત-પોતાના ભવને અનુરૂપ પ્રતિનિયત આકારવાળાં ભિન્ન ભિન્ન હોય છે. આ કેમ ઘટશે? જેમ મનુષ્યના ભવમાં મનુષ્યના આકારે શરીર, ગાયના ભવમાં ગાયના આકારે શરીર, ઘોડાના ભાવમાં ઘોડાના આકારે શરીર, હાથીના ભાવમાં હાથીના આકારે શરીર આમ અનેક ભવોમાં અનેક આકારવાળાં અને તે પણ અમુક પ્રકારના ચોક્કસ આકારવાળાં શરીરોની પ્રાપ્તિ જે થાય છે તે એક સ્વરૂપવાળા સ્વભાવથી બનવાં શક્ય નથી.
જેમ કુંભાર ઘડા બનાવવાના સ્વભાવવાળો છે પરંતુ સાધનભૂત સામગ્રી ભિન્ન ૧. આ ગાથાઓમાં કરેલી સ્વભાવની ચર્ચા પૂર્વે ગાથા ૧૬૪૩માં તથા ૧૭૮૬-૧૭૮૭-૧૭૮૮
૧૭૯૦ માં આવેલી છે. ત્યાંથી વિશેષ જાણી લેવી.