________________
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૫
भण्यते, न स्वभावतो भवसम्भूतिः હવે સૌથી પ્રથમ પાંચમા વિકલ્પનો ઉત્તર કહેવાય છે. સ્વભાવમાત્રથી આ સંસારની વિચિત્રતા સંભવતી નથી. કારણ કે જેને તમે સ્વભાવ કહો છો તે શું કોઈ વસ્તુ છે ? એટલે કે ઘટ-પટ આદિ પદાર્થની જેમ શું કોઈ વસ્તુવિશેષ છે ? કે કોઈપણ કારણનું ન હોવું અર્થાત્ નિષ્કારણતા જે છે તેને જ તમે સ્વભાવ કહો છો ? કે આ સ્વભાવ એ કોઈ વસ્તુનો ધર્મ છે એમ તમે માનો છો ? આમ સ્વભાવની બાબતમાં ત્રણ વિકલ્પો હોઈ શકે છે ? ૧. વસ્તુવિશેષ, ૨. નિષ્કારણતા, અને ૩. વસ્તુધર્મ.
ગણધરવાદ
=
હવે સ્વભાવ એ ઘટ-પટની જેમ એક વસ્તુવિશેષ છે આમ જો કહો તો તે પક્ષ બરાબર નથી. કારણ કે જેમ ઘટ-પટ દેખાય છે તેમ સ્વભાવ એ જો કોઈ વસ્તુવિશેષ હોય તો દેખાવો જોઈએ પણ દેખાતો નથી. માટે જેમ આકાશનું પુષ્પ દેખાતું નથી તેથી નથી, તેમ સ્વભાવ પણ દેખાતો નથી માટે નથી. તેથી સ્વભાવ એ કોઈ વસ્તુવિશેષ છે, આ પક્ષ તો બરાબર નથી. II૧૯૧૨-૧૯૧૩
હવે “આ સ્વભાવ દેખાતો નથી, તો પણ છે” આવા પ્રકારનો જો તમે બચાવ કરો તો તે બચાવનો જવાબ આપતાં કહે છે કે -
-
अच्चतमणुवद्धो वि, अह तओ अत्थि नत्थि किं कम्मं ? । हे व तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१९१४॥ कम्मस्स वाभिहाणं होज्ज, सभावोत्ति होउ को दोसो ? । पइनिययागाराओ, न य सो कत्ता घडस्सेव ॥१९१५॥ ( अत्यन्तमनुपलब्धोऽप्यथ सकोऽस्ति नास्ति किं कर्म ? । हेतुर्वा तदस्तित्वे यो ननु कर्मणोऽपि स एव ॥ कर्मणो वाभिधानं भवेत्स्वभाव इति भवतु को दोषः ? । प्रतिनियताकाराद् न च स कर्ता घटस्येव ॥ )
ગાથાર્થ - સ્વભાવ દેખાતો નથી છતાં જો છે, તો પછી કર્મ (પણ દેખાતું નથી આટલા માત્રથી) નથી આમ કેમ ? અથવા સ્વભાવના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ હેતુ કર્મના અસ્તિત્વમાં પણ હો. ૧૯૧૪૫
અથવા કર્મનું જ બીજું નામ સ્વભાવ હો એમ માનવામાં શું દોષ ? વળી શરીરાદિ