________________
૫૦૨
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ કારણાન્તર હોવું જ જોઈએ. તેથી આવું જ કારણ છે તે જ શુભાશુભ નામનું કર્મ એ કારણ છે. આ કાર્યથી કર્મનું અનુમાન સમજાવ્યું.
વળી “ક” નામનું અદૃષ્ટ કારણ છે” આમ હું કહું છું. માટે મારા કહેવાથી અગ્નિભૂતિની જેમ હે અલભ્રાત ! તમે પણ કર્મ સ્વીકારો. હું સર્વજ્ઞ છું અને સર્વજ્ઞનું વચન સદા પ્રમાણભૂત હોય છે માટે, “કર્મ” છે એટલું જ નહીં પણ તે કર્મ પુણ્ય અને પાપના વિભાગે બે પ્રકારનું છે એમ પણ તમે સ્વીકારો. કારણ કે કર્મના ફલભૂત દેહાદિ કાર્યો અને કર્મના કારણભૂત દાનાદિ તથા હિંસાદિ ક્રિયાઓ શુભાશુભ તરીકે બે પ્રકારની પ્રત્યક્ષ દેખાય છે. શ્રેષ્ઠ દેહાદિ અને કનિષ્ઠ દેહાદિ દેખાય છે માટે તેના કારણરૂપે શુભાશુભ બે પ્રકારનું કર્મ છે. તથા દાનાદિ અને હિંસાદિ શુભાશુભ બે પ્રકારની ક્રિયાઓ દેખાય છે. માટે તેના કાર્યરૂપે કર્મ બે પ્રકારનું છે. આમ તે અચલભ્રાત ! તમે સ્વીકારો. I/૧૯૧૮-૧૯૧૯-૧૯૨૦ll
વળી પુણ્ય-પાપની સિદ્ધિ માટે બીજું પ્રમાણ પણ જણાવે છે - सुहदुक्खाणं कारणमणुरूवं कजभावओऽवस्सं । परमाणवो घडस्स व कारणमिह पुण्ण-पावाइं ॥१९२१॥ (सुखदुःखयोः कारणमनुरूपं कार्यभावतोऽवश्यम् । परमाणवो घटस्येव कारणमिव पुण्यपापे ॥)
ગાથાર્થ - સુખ અને દુઃખ એ કાર્યાત્મક હોવાથી તેને અનુરૂપ અવશ્ય કારણ છે જ. જેમ ઘટના કારણભૂત પરમાણુઓ છે તેમ સુખ અને દુઃખના કારણભૂત પુણ્ય અને પાપકર્મ પણ છે. ll૧૯૨ ૧//
વિવેચન - ઘટ-પટ વગેરે કાર્યો છે, જે જે કાર્યો હોય છે તે તે કાર્યોને પોતાને અનુરૂપ કારણ અવશ્ય હોય જ છે. કેમકે કારણ વિના ક્યારે પણ કાર્ય થતું નથી. અહીં ઘટકાર્યને પોતાને અનુરૂપ માટીના પરમાણુઓ એ કારણ છે. પટકાર્યને પોતાને અનુરૂપ તખ્તના પરમાણુઓ એ કારણ છે તેવી જ રીતે સુખ અને દુઃખ એ કાર્ય છે. કારણ કે સુખ અને દુઃખ એ કાર્યરૂપે ઉત્પન્ન થતું અને નાશ પામતું દેખાય છે. તે માટે તેને પણ અનુરૂપ અવશ્ય કોઈક કારણ હોવું જ જોઈએ. તેથી સુખનું અભ્યન્તરકારણ પુણ્ય અને દુઃખનું અભ્યત્તરકરણ પાપ, આ બન્ને કારણસ્વરૂપે કર્મ અવશ્ય છે. સુખ અને દુઃખનાં અનુક્રમે જેમ પુષ્પમાલા-શ્રેષ્ઠવસ્ત્ર-અલંકારાદિ અને કાંટા-સર્પ-વિષાદિ બાહ્ય કારણો છે.