________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૩ તથા હ્રસ્વ અને દીર્ઘની જેમ” હુસ્વ-દીર્થનો વ્યવહાર જેમ અપેક્ષામાત્રથી જ છે વાસ્તવિક નથી. તેમ જગતના પદાર્થો પણ વાસ્તવિક નથી. અપેક્ષામાત્રથી જ છે. હ્રસ્વદીર્ઘની અપેક્ષા આ પ્રમાણે - ચાર આંગળીઓમાંથી અંગુઠા પાસેની પ્રથમ આંગળીને “પ્રદેશિની” (તર્જની) આંગળી કહેવાય છે. આ પ્રદેશિની આંગળીમાં અંગુઠાની અપેક્ષાએ દીર્ઘત્વ જણાય છે અને બીજી આંગળીની અપેક્ષાએ તે પ્રદેશિનીમાં હ્રસ્વત્વ જણાય છે. તેનો અર્થ એ થયો કે આ પ્રદેશિની નામની આંગળી પોતે સ્વયં નથી હ્રસ્વ કે નથી દીર્ઘ. જો આજુબાજુના અંગુઠાને અને બીજી આંગળીને દૂર કરીએ તો તે પ્રદેશિની આંગળી હ્રસ્વ કે દીર્ઘ કંઈ કહેવાતી નથી. માટે પ્રદેશિનીમાં હ્રસ્વત કે દીર્ઘત્વ સ્વતઃ તો સિદ્ધ નથી જ.
જ્યાં સ્વતઃ સિદ્ધિ ન હોય ત્યાં પરત , ઉભયતઃ અને અનુભવતઃ સિદ્ધિ સંભવતી નથી. આ ચર્ચા તો પૂર્વે જ સમજાવી છે. તેથી હ્રસ્વ અને દીર્થનો વ્યવહાર જેમ વ્યવહાર માત્રથી જ બોલાય છે પણ પરમાર્થથી કંઈ જ નથી. તેવી જ રીતે આ ઘટ, આ પટ, આ દૂધ, આ દહીં આ બધા ભાવો જે બોલાય છે, જણાય છે તે માત્ર વ્યવહારથી જ છે. ઔપચારિક જ છે. તાત્ત્વિકપણે કંઈ જ નથી. આ સંસાર સર્વથા શુન્ય જ છે. કોઈપણ પદાર્થ નથી. આમ તમે સર્વશૂન્યતાને માનનારા થયા છો. હે વ્યક્તપંડિત ! તમારી દૃષ્ટિએ આવો પાઠ પણ તમને દેખાયો છે -
न दीर्धेऽस्तीह दीर्घत्वं, न हूस्वं, नापि च द्वये । तस्मादसिद्धं शून्यत्वात्, सदित्याख्यायते क्व हि ? ॥१॥ हुस्वं प्रतीत्य सिद्धं दीर्घ, दीर्घ प्रतीत्य हूस्वमपि । न किञ्चिदस्ति सिद्धं, व्यवहारवशात् वदन्त्येवम् ॥२॥
દીર્ઘ એવી વસ્તુમાં જે દીર્ઘત્વ જણાય છે તે પરમાર્થથી નથી. કારણ કે તેની બાજુમાં હ્રસ્વ વસ્તુ લાવીએ તો જ દીર્ઘત્વ જણાય છે. એટલે કે વસ્તુમાં દીર્ઘત્વ સાચું નથી. એવી જ રીતે હૃસ્વવસ્તુમાં જે હ્રસ્વત્વ જણાય છે તે પણ સાચું નથી. કારણ કે તેની પાસે દીર્ઘ વસ્તુ લાવીએ ત્યારે જ હ્રસ્વવસ્તુ હ્રસ્વસ્વરૂપે દેખાય છે. એનો અર્થ એ છે કે હસ્વવસ્તુમાં હ્રસ્વત્વ સાચું નથી, માત્ર પરાપેક્ષિત જ છે. આ રીતે દીર્ઘત્વ અને હૃસ્વત્વ એમ બન્ને સાચાં નથી. તેની જેમ આ સંસારમાં કંઈ પણ વાસ્તવિક સિદ્ધ નથી. સર્વ વસ્તુઓ અસિદ્ધ જ છે. માટે સર્વથા શૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે અને સર્વશૂન્ય હોવાથી “આ સત્ છે” એવું ક્યાં કહેવાય ? અર્થાત્ ક્યાંય કહેવાય નહીં. આ રીતે આ સંસારમાં કોઈ સત્ નથી. સર્વથા શૂન્યતા જ છે.