________________
૨૩૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
હૃસ્વને આશ્રયી દીર્ઘત્વ છે. એટલે કે વાસ્તવિક દીર્ઘત્વ નથી. એવી જ રીતે દીર્ઘત્વને આશ્રયી હૃસ્વત્વ છે તેથી તે પણ સત્યતત્ત્વ નથી. આ રીતે કોઈપણ તત્ત્વ પોતાની રીતે સાચું સિદ્ધ થતું જ નથી. માત્ર શૂન્યતા જ છે. લોકો વ્યવહારના વશથી આ હૃસ્વ અને આ દીર્ઘ એમ બોલે છે. પરમાર્થથી કંઈ જ નથી. આ કારણથી સર્વથા જગતમાં શૂન્યતા જ છે. આવા તમારા વિચારો છે. ll૧૬૯૨
अत्थित्तघडेगाणेगया व सव्वेगयाइदोसाओ । सव्वेऽणभिलप्पा वा, सुण्णा वा सव्वहा भावा ॥१६९३॥ (अस्तित्वघटेकानेकता वा, सर्वैकतादिदोषात् । સર્વડનમનાણા વા શૂન્ય વન સર્વથા માવા: )
ગાથાર્થ - અસ્તિત્વ અને ઘટત્વને એક માનીએ અથવા અનેક માનીએ તો (એટલે કે અભિન્ન અથવા ભિન માનીએ તો) સર્વ પદાર્થોની એકતા વગેરે થઈ જવાના દોષો આવે છે. તેથી સર્વે પણ ભાવો કાં તો અનભિલાપ્ય છે અથવા કાં તો સર્વથા શૂન્ય જ છે. I/૧૬૯૩
વિવેચન - વ્યક્તપંડિતના મનમાં જે વિચારો પ્રવર્તે છે તે વિચારો પરમાત્મા તેમની સામે જ પ્રગટ કરે છે કે તમે આ સર્વ જગત્ શૂન્યરૂપ છે. કંઈ છે જ નહીં એમ માનો છો. આમ માનવાની પાછળ તમારા હૃદયમાં આવા આવા મનમાન્યા તર્કો ચાલે છે. તે આ પ્રમાણે -
(૧) “આ ઘટ છે” એમ કહીએ તો ત્યાં “ઘટ અને અસ્તિત્વ” (એકધર્મી અને બીજો ધર્મ અથવા એક વિશેષ અને બીજું સામાન્ય.) આ બન્નેને એક (અભિન) માનવા કે અનેક (ભિન) માનવા ? જો એક છે (બને અભિન્ન છે) આમ માનીએ તો સર્વપદાર્થોની એકતા (એકસ્વરૂપતા) થઈ જાય છે. કારણ કે ઘટ અને અસ્તિ આ બને અભિન્ન માનવાથી જે જે અસ્તિમય હોય તે તે સર્વે પણ ઘટમય જ બની જશે. એટલે કે અસ્તિત્વની સાથે સર્વત્ર ઘટતા જ થઈ જવાથી (અસ્તિત્વમાં જ ઘટતાનો પ્રવેશ થવાથી) સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ ઘટાત્મક જ બની જશે. પણ પટ-શકટ આદિ અન્ય પદાર્થો કોઈ રહેશે નહીં. સારાંશ કે અસ્તિતા અને ઘટત આ બન્ને એક થવાથી સર્વત્ર ઘટતા જ પ્રાપ્ત થશે. ઈતર વસ્તુતા ક્યાંય રહેશે નહીં.
અથવા સર્વે પણ પદાર્થોમાં રહેલા અસ્તિત્વની સાથે ઘટનો અભેદ થવાથી