________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૫
ઘટનામનો પદાર્થ સર્વાત્મક બની જશે અથવા ઘટ અને અસ્તિત્વનો અભેદ માનવાથી જે ઘટ છે તે જ એક અતિરૂપ બનશે. તેથી ઘટમાં જ અસ્તિત્વ પ્રવેશી જવાથી તે ઘટથી ભિન્ન પટ-શકટ આદિ સઘળા પણ ઈતરપદાર્થોમાં ક્યાંય અસ્તિત્વ રહેશે નહીં. તેથી ઘટથી ભિન્ન (એટલે કે અઘટ પદાર્થો) જ કોઈ ન હોવાથી આખા સંસારમાં એક ઘટ જ છે. આવો અર્થ થશે. ઈતર પદાર્થો ક્યાંય રહેશે નહીં.
અથવા તે તે ઘટ પણ એકલો જગતમાં હશે નહીં. કારણ કે કોઈપણ વસ્તુ ઈતરથી વ્યાવૃત્ત હોય તો જ વિવક્ષિત વસ્તુ બને છે. અઘટથી વ્યાવૃત્ત એવો ઘટ હોય તો જ તે ઘટ કહેવાય છે. પરંતુ આ સંસારમાં ઘટના પ્રતિપક્ષભૂત અઘટ જેવો કોઈ પદાર્થ જ જો નથી. તો આ ઘટને ઘટ કોની અપેક્ષાએ કહેવાય ? જેમ દુર્જનથી વ્યાવૃત્ત હોય તેને સજન કહેવાય. પરંતુ જો આ સંસારમાં કોઈ દુર્જન જ ન હોય તો સજન કોની અપેક્ષાએ સજ્જન કહેવાય ? કોઈની અપેક્ષા તો રહેતી જ નથી. તેથી દુર્જન જો ન હોય તો સજ્જન પણ નથી જ. તેવી જ રીતે જો અઘટ કોઈ નથી તો ઘટ પણ નથી જ. આ રીતે અઘટ પણ નથી અને ઘટ પણ નથી. તેથી સર્વશૂન્યતા જ થઈ. માટે આ સંસાર સર્વ પદાર્થોથી શૂન્ય જ છે.
(૨) હવે જો ઘટ અને અસ્તિત્વ ભિન્ન છે આમ બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અસ્તિત્વધર્મ ઘટથી ભિન્ન સ્વીકારવાથી ઘટ પોતે અસ્તિત્વ રહિત થશે. તેથી ઘટ અસત્ બનશે. જેમ ખરવિષાણ અસ્તિત્વ રહિત છે માટે અસત્ છે. તેમ ઘટ પણ અસ્તિત્વરહિત થવાથી અસત્ જ થશે અને આ ઘટની જેમ સર્વે પણ પદાર્થો અસ્તિત્વથી ભિન્ન કલ્પવાથી અસત્ જ બનશે. તેથી કંઈપણ નથી આમ જ સિદ્ધ થાય છે. વળી ઘટપટ વગેરે જે પદાર્થો દેખાય છે તે ધર્મી કહેવાય છે અને અસ્તિત્વ એ ધર્મ કહેવાય છે. “તો માવ: સર્વમુચ્યતે” = સત્પણાનો જે ભાવ અર્થાત્ જે વિદ્યમાનતા છે તેને સત્ત્વ કહેવાય છે. તે એક પ્રકારનો ધર્મ છે. હવે જો સમાનેલા અને અસ્તિત્વના આધારભૂત એવા ઘટાદિ ધર્મીથી “અસ્તિત્વધર્મ”ને ભિન માનીએ તો તે અસ્તિત્વધર્મ અસત્ જ બનશે. કારણ કે આધારથી ભિન્ન એવું આધેય હોઈ શકતું જ નથી. તેથી ઉપર કરેલી ચર્ચા પ્રમાણે “ઘટ અને અસ્તિત્વ” જો અભિન્ન માનીએ તો સર્વપદાર્થોની એકતા આદિ ઉપર કહેલા દોષો આવે અને જો “ઘટ અને અસ્તિત્વ” ભિન્ન માનીએ તો અસ્તિત્વ વિનાનો ઘટ અસત્ બને અને ઘટથી (આધારથી) ભિન્ન અસ્તિત્વધર્મ પણ અસંભવિત હોવાથી અસત્ બને એટલે સર્વશૂન્યતા જ આવે.
આ રીતે અભિન અને ભિન માનવામાં ઘણા દોષો હોવાથી સર્વે પણ પદાર્થો