________________
૨૯૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અને તેનાં વચનો સારા ય સંસારમાં છે કે નથી? જો “છે” એમ કહેશો તો આ સંસારમાં શૂન્યતાને જણાવનારો વક્તા તથા તેનાં વચનો વિદ્યમાન હોવાથી શૂન્યતા ક્યાં રહી ? જગત્ શૂન્ય છે આમ કેમ બોલાય ? કારણ કે કંઈપણ ન હોય તો શૂન્ય કહેવાય. વક્તા અને વચન હોવાથી “જગત્ શૂન્ય છે” આવું કથન વ્યભિચારવાળું બને, માટે આ વાત ઉચિત નથી. હવે જો એમ કહો કે વક્તા અને તેનાં વચનો પણ આ સંસારમાં નથી તો “આ જગત્ શૂન્ય છે” આવું કોના વડે કહેવાયું ? કહેનાર વક્તા જો નથી, કહેવા લાયક શબ્દો જો નથી તો આ શૂન્યતા જણાવાઈ કોના વડે ? તેથી આ બરાબર નથી.
તથા જો સર્વ જગત્ શૂન્ય જ છે તો સામે શ્રોતાઓ પણ કોઈ નથી જ. તેથી શ્રોતાઓના અભાવમાં “આ જગત્ શૂન્ય છે” આવું સંભળાયું કોના વડે ? કંઈ વ્યવસ્થા જ રહેશે નહીં. જો વક્તા નથી, વચન નથી, શ્રોતાઓ કોઈ નથી તો આ જગત્ શૂન્ય છે આવું બોલાયું કોના વડે ? કોની સામે બોલાયું ? શું બોલાયું ? જો આ રીતે કર્તા (વક્તા) કર્મ (શ્રોતા) અને કરણ (વચન) વગેરે ન હોય તો “જગત્ શૂન્ય છે” આવું વચન પણ સંભવે નહીં. માટે તમારી માનેલી શૂન્યતા ઘટતી નથી. ll૧૭૩૩ll
પરવાદી તરફથી બચાવ રજુ કરીને તેનું ખંડન. जेणं चेव न वत्ता, वयणं वा तो न संति वयणिज्जा । भावा तो सुण्णमिदं वयणमिदं सच्चमलियं वा? ॥१७३४॥ जइ सच्चं नाभावो, अहालियं न प्पमाणमेयंति । अब्भुवगयं ति व मई, नाभावे जुत्तमेयंति ॥१७३५॥ ( येन चैव न वक्ता, वचनं वा ततो न सन्ति वचनीयाः । भावास्ततः शून्यमिदं, वचनमिदं सत्यमलीकं वा? ॥ यदि सत्यं नाभावोऽथालीकं न प्रमाणमेतदिति । अभ्युपगतमिति वा मतिर्नाभावे युक्तमेतदिति ॥)
ગાથાર્થ - જે કારણથી આ સંસારમાં વક્તા નથી, વચન નથી. તેથી વચનીય ભાવો પણ નથી. માટે આ જગત્ શૂન્ય છે. આમ કહો તો આવા પ્રકારનું પૂર્વપક્ષનું જે કથન છે તે સત્ય છે કે મિથ્યા છે ? ll૧૭૩૪ll
જો આ કથન સત્ય છે તો સર્વથા અભાવ નથી અને જો આ કથન મિથ્યા છે તો