________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૩
ઉત્તર - હે વ્યક્તપંડિત ! તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. જે વસ્તુ સર્વથા શૂન્ય જ હોય, છતાં તેની જનક સામગ્રી જો દેખાતી હોય આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર, ખરશૃંગ અને કચ્છપ-રોમ (કાચબાની રોમરાજી) ઈત્યાદિ વસ્તુઓની જનકસામગ્રી પણ પ્રત્યક્ષપણે કેમ દેખાતી નથી ? તમારા મતે તો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વસ્તુઓ પણ અસત્ છે અને આકાશપુષ્પાદિ પણ અસત્ જ છે. બન્નેમાં અસ૫ણું તો સમાન જ છે. તો પછી એક અસત્ પદાર્થની જનકસામગ્રી દેખાય છે અને બીજા અસત્ પદાર્થની જનક સામગ્રી ન દેખાય આવું કેમ બને ? બન્નેની અસત્તા સમાન હોવાથી બન્નેની સામગ્રી દેખાવી જોઈએ અથવા તો બન્નેની સામગ્રી ન જ દેખાવી જોઈએ અથવા આકાશપુષ્પાદિની જનક સામગ્રી દેખાય અને ઘટ-પટાદિની જનક સામગ્રી ન દેખાય આમ વિપરીતતા પણ બનવી જોઈએ તે કેમ થતી નથી ? એટલે તમારો આ બચાવ વ્યાજબી નથી. II૧૭૩૨॥
ગણધરવાદ
सामग्गीमओ वत्ता वयणं चत्थि जड़ तो कओ सुणं ।
अह नत्थि केण भणियं वयणाभावे सुयं केण ? ॥१७३३ ॥
( सामग्रीमयो वक्ता वचनं चास्ति यदि ततः कुतः शून्यम् ? । अथ नास्ति न भणितं, वचनाभावे श्रुतं केन ? ॥ )
ગાથાર્થ - સામગ્રીવાળો વક્તા અને વચન જો છે તો શૂન્યતા ક્યાંથી હોય ? અને જો આ વક્તા અને વચન નથી તો શૂન્યતા છે આવું કોના વડે કહેવાયું અને કોના વડે સંભળાયું ? ||૧૭૩૩//
વિવેચન - કોઈપણ પ્રકારનાં વચનોનું ઉચ્ચારણ કરવા માટે વક્તાની પાસેની જે સામગ્રી હોય છે. જેમકે કંઠ-ઓષ્ઠ (હોઠ)-તાલુ-જિલ્લા-ઉરઃ (છાતી)-શિરઃ આ બધા ભાગોને સામગ્રી કહેવાય છે. કારણ કે તે તે વ્યંજનો તે તે સ્થાનેથી બોલાય છે. જેમકે ♦ પ્ ર્ ર્ ૐ આ પાંચ વ્યંજનો કંઠથી બોલાય છે. માટે કંઠ્ય કહેવાય છે. તેથી કંઠ એ તેની સામગ્રી છે. ર્ ર્ ર્ ર્ ર્ આ પાંચ વ્યંજનો તાલુથી બોલાય છે. માટે તાલવ્ય કહેવાય છે. તેની તાલુ એ સામગ્રી છે. આમ સર્વ વ્યંજન અને સ્વરોમાં સમજવું. તથા આ કંઠ-ઓષ્ઠ-તાલુ આદિ સામગ્રી જે વક્તામાં છે તે વક્તા સામગ્રીવાળો અર્થાત્ સામગ્રીમય કહેવાય છે. તેના મુખેથી નીકળતા શબ્દો અર્થાત્ વાણીને વચન કહેવાય છે.
હવે અમે તમને પૂછીએ છીએ કે “સર્વ જગત શૂન્ય છે” આવું બોલનારો કંઠઓષ્ઠ-તાલુ આદિની સામગ્રીવાળો વક્તા તથા તેના વડે બોલાયેલાં ‘‘શૂન્યં ખાત્'' ઈત્યાદિ વચનો શું આ સંસારમાં છે ? કે આ સંસારમાં નથી ? જગતને શૂન્ય કહેનારો વક્તા