________________
૪૦૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ઉત્તર - કાલ અને આકાશની જેમ ભવ્ય જીવો અનંતા છે. જેમ દરરોજ એક એક દિવસ અને એક એક રાત્રિ જાય જ છે તો પણ ભાવિકોલ અનંત હોવાથી તેનો અંત
ક્યારેય આવવાનો નથી. તેમ પ્રતિદિન ભવ્યજીવો મોક્ષે જાય તો પણ તે ભવ્યજીવો અનંત હોવાથી ક્યારેય તેનો અંત આવવાનો નથી. તથા આકાશાસ્તિકાયનો એક એક આકાશપ્રદેશ બુદ્ધિમાત્રથી પ્રતિસમયે લોકાલોકમાંથી અપહરણ કરાય તો અનંતકાલે પણ સમસ્ત આકાશાસ્તિકાયના પ્રદેશોનું અપહરણ થવાનું નથી. એટલે કે અંત આવવાનો નથી. તેમ પ્રતિદિન ભવ્યજીવો મોક્ષે જાય તો પણ તે ભવ્યજીવો અનંતાનંત હોવાથી ક્યારેય પણ તેનો અંત આવવાનો નથી. તેથી જ્યારે જ્યારે પ્રશ્ન કરો કે “હવે મોક્ષમાં કેટલા જીવો થયા ?” ત્યારે ત્યારે એક જ ઉત્તર છે કે “એક નિગોદનો અનંતમો ભાગ” આ રીતે કાલ અને આકાશની જેમ ભવ્યજીવોની રાશિ મોટા અનંતે અનંતની સંખ્યા હોવાથી ક્યારેય પણ ભવ્યજીવોનો ઉચ્છેદ થવાનો નથી.
તથા હે મંડિક બ્રાહ્મણ ! મારા વચનથી પણ ભવ્યો અનંત છે. તેનો ક્યારેય પણ સર્વથા ઉચ્છેદ થવાનો નથી. અને મુક્તિગત જીવો એક નિગોદના અનંતમા ભાગપ્રમાણ છે. આ સઘળી વાતો તમે સ્વીકારો અને તે સર્વે વાતોની સાચી શ્રદ્ધા કરો. I/૧૮૩૦
હે ભગવાન્ ! “તમારું વચન છે” એટલા માત્રથી આ સર્વે સત્ય છે એમ અમે કેવી રીતે સ્વીકારીએ ? આવી શંકા થાય તો તેનો ઉત્તર આપતાં કહે છે કે -
सब्भूयमिणं गिण्हसु, मह वयणाओऽवसेसवयणं व । सव्वण्णुताइओ वा जाणयमज्झत्थवयणं व ॥१८३१॥ मण्णसि किह सव्वण्णू सव्वेसिं सव्वसंसयच्छेया । दिटुंताभावम्मि वि, पुच्छउ जो संसओ जस्स ॥१८३२॥ ( सद्भूतमिदं गृहाण, मद्ववचनादवशेषवचनमिव । सर्वज्ञत्वादितो वा, ज्ञायकमध्यस्थवचनमिव ॥ मन्यसे कथं सर्वज्ञः, सर्वेषां सर्वसंशयच्छेदात् । दृष्टान्ताभावेऽपि, पृच्छतु यः संशयो यस्य ॥)
ગાથાર્થ - “ઉપર કહેલી સર્વે પણ વસ્તુ સર્વથા સાચી છે એમ તમે સ્વીકાર કરો, મારું વચન હોવાથી, શેષ વચનોની જેમ, અથવા સર્વજ્ઞત્વ વગેરે હેતુઓથી, જાણકાર મધ્યસ્થ પુરુષની જેમ. /૧૮૩૧