________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૩
“તમે સર્વજ્ઞ છો” એમ હું કેવી રીતે માનું? સર્વેના સર્વ સંશયને છેદનાર છું (માટે હું સર્વજ્ઞ છું) દૃષ્ટાન્ત નથી તો પણ જેને જે વિષયનો સંશય હોય તે પૂછો. /૧૮૩૨/
વિવેચન - હે મંડિકબ્રાહ્મણ ! ભવ્યો અનંતા છે. એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય છે. ભવ્યોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી, ઈત્યાદિ ઉપરની ગાથાઓમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે આ સઘળુંય સર્વથા સબૂત = સત્ય છે, એમ તમે સ્વીકારો. કારણ કે તે સઘળુંય મારું વચન છે, માટે સત્ય છે. જેમ તમારા સંશયાદિને દૂર કરનારાં મારાં સર્વે પણ વચનો યથાર્થ છે તેમ આ વચનો પણ મારાં હોવાથી “સત્ય છે” એમ તમે સ્વીકારો.
અથવા સર્વશનાં વચનો હોવાથી સત્ય છે એમ સ્વીકારો. આદિ શબ્દથી વીતરાગનાં વચનો હોવાથી સત્ય છે એમ સ્વીકારો. જેમ રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ માણસ જાણકાર જો હોય તો તેનાં સર્વે વચનો જેવાં સત્ય હોય છે. તેની જેમ ઉપરોક્ત વચનો સર્વજ્ઞનાં, વીતરાગનાં, જ્ઞાનીનાં, તટસ્થ વ્યક્તિનાં છે. માટે તે સર્વે પણ વચનો સત્ય છે તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે.
१. इदं सर्वं, सद्भूतम्, मद्वचनाद्, अवशेषवचनवत्, २. इदं सर्वं सद्भूतम् सर्वज्ञवचनात्, ज्ञायकमध्यस्थवचनवद्, 3. इदं सर्वं सद्भूतम् वीतरागवचनात् ज्ञायकमध्यस्थवचनवद्
આ પ્રમાણે મારું વચન હોવાથી, સર્વજ્ઞનું વચન હોવાથી અને વીતરાગનું વચન હોવાથી ઉપરોક્ત સર્વ વિધાન સત્ય છે. આમ હે મંડિક ! તમે સ્વીકારો.
પ્રશ્ન - હે ભગવાન્ ! “તમે સર્વજ્ઞ જ છો” વીતરાગ જ છો, એમ અમે કેવી રીતે સ્વીકારીએ ?
ઉત્તર - સર્વેના સર્વ સંશયોનો મારાથી છેદ થાય છે. તેથી તમે “મને” સર્વજ્ઞપણે સ્વીકારો. સર્વથા સર્વ સંશયનો છેદ કરે એવી કોઈ અન્ય વ્યક્તિ અહીં હાલ દેખાતી નથી. તેથી હું કોઈનું દૃષ્ટાન્ત આપતો નથી. આ રીતે દૃષ્ટાન્તનો અભાવ છે. તો પણ હું તમારા સર્વ સંશયોને છેદી શકું છું. તમારે જેને જે કંઈ પ્રશ્ન હોય તે પૂછો અને યથાર્થ ઉત્તર મળવાથી મને સર્વજ્ઞ તરીકે સ્વીકારો.
પ્રશ્ન - જે જે સર્વસંશયોનો છેદ કરે છે તે સર્વજ્ઞ જ હોય એવું કોઈ દષ્ટાન્ત છે? હોય તો તે દૃષ્ટાન્ન આપો. તેમને જોઈને તમે તેવા છો માટે સર્વજ્ઞ હશો એમ અનુમાન કરીને તમને સર્વજ્ઞ તરીકે સ્વીકારીએ.