________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ઉત્તર
હાલ આ ક્ષેત્રે અને
આ કાલે બીજા કોઈ સર્વજ્ઞ નથી. તેથી અહીં કોઈ દૃષ્ટાન્ત નથી. પરંતુ દૃષ્ટાન્ત શોધવાની શી જરૂર ? દૃષ્ટાન્તના અભાવમાં પણ જેને જેને જે જે વિષયનો જે જે પ્રશ્ન હોય તે તે વ્યક્તિ તે તે સર્વ પ્રશ્ન પૂછો. જેથી સઘળા પ્રશ્નોનો યથાર્થ ઉત્તર મળતાં તમને પોતાને પોતાના અનુભવથી જ સિદ્ધ એવો મારામાં સર્વજ્ઞપણાનો નિશ્ચય થશે. ૧૮૩૧-૧૮૩૨॥
મંડિકબ્રાહ્મણ ફરીથી બીજો પ્રશ્ન કરે છે
भव्वा वि न सिज्झिस्संति, केइ कालेण जइ वि सव्वेण । नणु ते वि अभव्वच्चिय, किंवा भव्वत्तणं तेसिं ॥१८३३॥
૪૦૪
-
( भव्या अपि न सेत्स्यन्ति, केचित् कालेन यद्यपि सर्वेण । ननु तेऽप्यभव्या एव, किं वा भव्यत्वं तेषाम् ॥ )
ગાથાર્થ - કેટલાક ભવ્યજીવ ભવ્ય હોવા છતાં પણ જો સર્વ એવા કાલે પણ મોક્ષે ન જાય તો તે ખરેખર અભવ્ય જ કેમ ન કહેવાય ? અથવા તેઓનું ભવ્યપણું શું કામનું ?
//૧૮૩૩/
વિવેચન - હે ભગવાન્ ! માની લઈએ કે આપશ્રી સર્વેના સર્વસંશયના છેદ કરનારા છો. તેથી સર્વજ્ઞ છો. તેથી આપશ્રીના વચનમાત્રથી અમે એ પણ સ્વીકારી લઈએ કે ભવ્યો મોટા અનંતે છે. પ્રતિદિન મોક્ષે જાય તો પણ એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય. તેથી સર્વે ભવ્યો મોક્ષે ન જાય અને સંસારમાં ભવ્યજીવોનો ઉચ્છેદ ન થાય. પરંતુ આમ માનવાથી બીજો પ્રશ્ન થાય છે અને તે પ્રશ્ન એ છે કે
જો ભવ્ય હોવા છતાં તે ભવ્યોમાંના કોઈ કોઈ ભવ્ય જીવો ભાવિનો સર્વકાલ પસાર થવા છતાં પણ મોક્ષે ન જ જવાના હોય અને તેવા જીવોથી આ સંસાર ભરેલો જ રહેવાનો હોય તો તે જીવો મોક્ષે ન જતા હોવાથી “અભવ્ય” કેમ ન કહેવાય ? અભવ્ય જીવો પણ મોક્ષે નથી જવાના અને આવા ભવ્યજીવો પણ મોક્ષે નથી જવાના, આ બન્નેમાં કંઈ તફાવત તો રહ્યો જ નહીં. આમ થવાથી આ ભવ્યો તો અભવ્યતુલ્ય બનવાથી અભવ્ય જ કહેવાશે. પણ ભવ્ય કહેવાશે નહીં.
અથવા આવા ભવ્યજીવોમાં રહેલી ભવ્યતાનો શું અર્થ ? તેઓની ભવ્યતા શું કામની ? જે હોવા છતાં પણ જો મોક્ષ આપે નહીં. તો “હોય કે ન હોય” આ બન્નેમાં ફરક શું ? આ પ્રશ્નનો ઉત્તર હે પ્રભુ ! તમે જણાવો. ૧૮૩૩