________________
છઠ્ઠા ગણધર - મંડિક
ભગવાનશ્રી આ પ્રશ્નનો પણ ઉત્તર આપે છે.
भण्णइ भव्वो जोग्गो, न य जोग्गत्तेण सिज्झए सव्व ।
जह जोगम्मि वि दलिए, सव्वम्मि न कीरए पडिमा ॥ १८३४ ॥
ગણધરવાદ
( भण्यते भव्यो योग्यो, न च योग्यत्वेन सिध्यति सर्वः ।
यथा योग्येऽपि दलिके, सर्वस्मिन् न क्रियते प्रतिमा ॥ )
૪૦૫
ગાથાર્થ - ઉત્તર અપાય છે. ભવ્ય એ યોગ્ય જીવ છે પરંતુ યોગ્યતામાત્રથી સર્વે ભવ્ય જીવો સિદ્ધિપદ પામતા નથી. જેમ યોગ્ય એવા સર્વ દલિકમાં (ઉપાદાનમાં) મૂર્તિ કરાતી નથી. ૧૮૩૪)
વિવેચન - ઉપરના પ્રશ્નનો અહીં ઉત્તર કહેવાય છે જે જે ભવ્ય જીવ છે તે તે સિદ્ધિગમનને યોગ્ય અવશ્ય છે અને જે અભવ્ય જીવ છે તે સિદ્ધિગમનને યોગ્ય જ નથી. આમ યોગ્યતા હોવા અને ન હોવાનો બન્નેમાં તફાવત છે. જેમ સીઝે એવા મગના દાણા અને કોયડુના દાણા આ બન્ને મગના જ દાણા હોવા છતાં એકમાં સીઝવાની યોગ્યતા
છે અને બીજામાં સીઝવાની યોગ્યતા નથી.
-
તથા સર્વે પણ ભવ્યજીવો સિદ્ધિગમનને યોગ્ય અવશ્ય છે. પરંતુ ભવ્ય છે એટલામાત્રથી સિદ્ધિગતિને અવશ્ય પામે જ એવો નિયમ નથી. ભવ્યમાં યોગ્યતા જરૂર છે પરંતુ યોગ્યતામાત્ર હોય એટલે સર્વે સિદ્ધિપદને પામે જ એવો નિયમ નથી. જે ભવ્ય હોય અને સાથે સાથે સિદ્ધિગમનને યોગ્ય એવી નિમિત્તસામગ્રી (પંચેન્દ્રિયત્વ, મનુષ્યત્વ, આર્યદેશોત્પત્તિત્વ, જૈનશાસનપ્રાપ્તિત્વ ઈત્યાદિ સામગ્રી) નો પણ જ્યાં સંભવ હોય તો યોગ્ય ઉપાદાન અને યોગ્ય નિમિત્ત સામગ્રીનો સંયોગ થતાં મુક્તિની પ્રાપ્તિસ્વરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. નિમિત્તસામગ્રીના મીલન વિના કેવળ એકલી ઉપાદાનની યોગ્યતા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી.
પ્રતિમા બનાવવાને માટે યોગ્ય એવા પણ સુવર્ણ, મણિ, પત્થર, ચંદન અને વિશિષ્ટ કાષ્ઠ આદિ સર્વે પણ ઉપાદાનકારણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે. પણ પ્રતિમા કરાતી નથી. જ્યાં જ્યાં તે પ્રતિમા બનાવવાને ઉચિત એવી નિમિત્તસામગ્રીનો સંભવ હોય ત્યાં જ પ્રતિમા બનાવાય છે. જે સુવર્ણાદિમાં નિમિત્તસામગ્રી ન મળવાથી પ્રતિમા ન બનાવાય. તેટલા માત્રથી તે સુવર્ણ આદિમાં પ્રતિમા બનવાની અયોગ્યતા છે આમ કહેવાતું નથી. તથા એવો નિયમ પણ કરાતો નથી કે જે જે પ્રતિમા બનવાને યોગ્ય હોય ત્યાં ત્યાં અવશ્ય