________________
૪૦૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પ્રતિમા થવી જ જોઈએ. પરંતુ એવો નિયમ અવશ્ય કરાય છે કે યોગ્ય હોય તેમાં જ પ્રતિમા બને છે. પણ નાન્યત્ર = અન્યમાં અયોગ્યમાં (નિમિત્ત સામગ્રી મળવા છતાં) પ્રતિમા બનતી નથી.
આ જ પ્રમાણે અહીં પણ “ભવ્ય છે” એટલા માત્રથી સર્વે સિદ્ધ થતા નથી. પરંતુ નિમિત્ત સામગ્રીની પ્રાપ્તિ થાય તો જ સિદ્ધ થાય છે. નિમિત્તસામગ્રીની અપ્રાપ્તિથી સિદ્ધિપદની અપ્રાપ્તિ હોવા છતાં પણ તે ભવ્યજીવોમાં મુક્તિગમનની અયોગ્યતા છે. આવી કલ્પના કરાતી નથી. જ્યારે જ્યારે નિમિત્તસામગ્રી મળશે ત્યારે ત્યારે પણ ભવ્યની જ મુક્તિ થશે. અભવ્યની નહી થાય. આવો નિયમ છે. સારાંશ એ છે કે સર્વે ભવ્યોમાં યોગ્યતા છે પણ સર્વેને નિમિત્તસામગ્રીનો યોગ મળતો નથી. એટલે સર્વે ભવ્યોની મુક્તિ થતી નથી. જ્યારે અભવ્યમાં તો યોગ્યતા જ નથી તેથી નિમિત્ત સામગ્રીનો યોગ મળવા છતાં પણ પોતાની યોગ્યતા ન હોવાથી એકે પણ અભવ્યની મુક્તિ થતી નથી. ભવ્યો વિધવા સ્ત્રી તુલ્ય છે અને અભવ્યો વન્ધ્યા સ્ત્રી તુલ્ય છે. વિધવાને કે વધ્ધાને એમ બન્નેને સન્તાનપ્રાપ્તિ રૂપ ફળની અપ્રાપ્તિ તુલ્ય છે. પરંતુ બન્નેનાં કારણો ભિન્ન ભિન્ન છે. વિધવા સ્ત્રીમાં બાળકના જન્મની યોગ્યતા છે. પરંતુ પુરુષનો યોગ નથી. જ્યારે વન્ધ્યા સ્ત્રીમાં પુરુષનો યોગ છે પરંતુ પોતાની યોગ્યતા જ નથી. એમ અહીં સમજી લેવું. II૧૮૩૪॥
આ જ વાત સમજાવવા માટે બીજું દૃષ્ટાન્ત આપે છે -
जह वा स एव पासाण - कणगजोगो विओगजोग्गो वि । न विजुज्जइ सव्वोच्चिय, स विज्जुज्जइ जस्स संपत्ती ॥१८३५ ॥
किं पुण जा संपत्ती सा जोग्गस्सेव न उ अजोग्गस्स । तह जो मोक्खो नियमा, सो भव्वाणं न इयरेसिं ॥ १८३६ ॥
(यथा वा स एव पाषाण - कनकयोगो वियोगयोग्योऽपि ।
न वियुज्यते सर्व एव स वियुज्यते यस्य सम्प्राप्तिः ॥ किं पुनर्या सम्प्राप्तिः सा योग्यस्यैव न त्वयोग्यस्य । तथा यो मोक्षो नियमात् स भव्यानां नेतरेषाम् ॥ )
ગાથાર્થ - અથવા જેમ માટી અને સોનાનો જે સંયોગ છે તે સઘળો વિયોગને યોગ્ય છે. છતાં સઘળા સંયોગનો વિયોગ થતો નથી. જેને (વિયોગની) સામગ્રીની પ્રાપ્તિ થાય છે તેનો જ વિયોગ થાય છે. તેમ અહીં સમજવું. વળી વિયોગની સામગ્રીનો યોગ યોગ્યને