________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૭
જ થાય છે. અયોગ્યને થતો નથી. તેવી રીતે કર્મોના વિયોગાત્મક જે મોક્ષ છે તે નિયમો ભવ્યોનો જ હોય છે. અભવ્યોનો હોતો નથી. /૧૮૩૫-૧૮૩૬//
વિવેચન - પત્થર-કાષ્ઠ આદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં સર્વત્ર પ્રતિમા બનતી નથી. તેમ ભવ્યમાં યોગ્યતા હોવા છતાં સર્વે ભવ્યને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આ એક ઉદાહરણ આપીને આ જ વાત વધુ દૃઢ કરવા બીજું પણ એક ઉદાહરણ આપે છે.
પાષાણ (માટી) અને કનક (સોનું) આ બન્નેનો સંયોગ જેટલો છે તે સઘળો વિયોગ થવાને યોગ્ય છે. પરંતુ સર્વ સંયોગનો વિયોગ થતો નથી. પણ તે જ સંયોગનો વિયોગ થાય છે કે જે સંયોગને વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ એ છે કે માટી અને સોનાનો જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં ત્યાં વિયોગની યોગ્યતા હોવા છતાં જ્યાં વિયોગજનક “ખારો, કોડીયું અને અગ્નિ” આદિની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યાં જ વિયોગ થાય છે. સંયોગનાં સર્વ સ્થાનોમાં વિયોગ થતો નથી. વળી આ ગાથાની ટીકામાં ટીકાકારશ્રી લખે છે કે આટલું તો અમે હાથ ઉંચો કરી પાટ ઉપર હાથ અફળાવીને જોરશોરથી નિર્ણયપૂર્વક કહીએ છીએ કે આ વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ વિયોગ થવાને યોગ્ય એવા જ સુવર્ણ અને માટીના યોગને મળે છે. પણ વિયોગને અયોગ્ય જે સંયોગ હોય છે તેને આ વિયોગજનક સામગ્રી પ્રાપ્ત થતી નથી. સર્વત્ર સંયોગનો વિયોગ થતો નથી અને વિયોગને અયોગ્ય એવા સંયોગને વિયોગજનક સામગ્રી પણ પ્રાપ્ત થતી નથી.
તે જ પ્રકારે જે સર્વ કર્મોના ક્ષયના લક્ષણવાળો મોક્ષ (અર્થાત્ સર્વ કર્મોનો વિયોગ) સર્વ ભવ્યજીવોને નથી. પણ જે ભવ્યને પંચેન્દ્રિયત્વ, મનુષ્યત્વ, આર્યદેશવ, જૈનશાસનત્વ ઈત્યાદિ વિયોગજનક સામગ્રી પ્રાપ્ત થાય છે તે ભવ્યનો જ મોક્ષ થાય છે. પણ સર્વ ભવ્યોનો મોક્ષ થતો નથી. વળી તે આ સર્વકર્મોના ક્ષય લક્ષણવાળો મોક્ષ નિયમા ભવ્યોનો જ થાય છે. ઈતર એવા અભવ્યોનો મોક્ષ થતો નથી. આ રીતે ભવ્ય અને અભિવ્યમાં વિશેષતા જાણવી. જીવત્વ સમાન હોવા છતાં જીવગત યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભેદ પણ જરૂર છે.
સંસારમાં સર્વે પણ વસ્તુઓમાં ભેદભેદ (સમાનતા અને અસમાનતા) બને હોય છે. સર્વે વૃક્ષોમાં વૃક્ષત્રપણે સમાનતા હોવા છતાં આંબો-લીંબડો-ચંપક-અશોક તરીકે ભેદ પણ અવશ્ય છે.
સર્વે પુરુષોમાં પુરુષત્વપણે સમાનતા હોવા છતાં ચૈત્ર-મૈત્ર-દેવદત્ત યજ્ઞદત્તપણે નાના-મોટાપણે, ભિન્ન ભિન્ન ગામવાસીપણે અને ભિન્ન ભિન્ન દેશવાસીપણે ભેદ પણ