________________
૪૦૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
અવશ્ય છે. તેમ અહીં જીવત્વ મૃત સમાનતા અને ભવ્યત્વ-અભવ્યત્વકૃત અસમાનતા પણ અવશ્ય છે.
ભવ્યો સર્વે મોક્ષે જાય એવો નિયમ નથી. જેને કર્મના વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ થાય તે જ મોક્ષે જાય, જે નિગોદાદિના ભવોમાં જ રહે છે. બહાર આવતા નથી. મનુષ્યભવાદિની સામગ્રી મળતી નથી તેઓ ભવ્ય હોવા છતાં સામગ્રીના અભાવે મોક્ષે જતા નથી. પરંતુ અભવ્યોનો તો ક્યારેય મોક્ષ થતો નથી. સામગ્રી મળે તો પણ અને સામગ્રી ન મળે તો પણ પોતાની યોગ્યતા જ ન હોવાથી એક પણ અભવ્યને મોક્ષ મળતો નથી. આમ સાર જાણવો. ૧૮૩૫-૧૮૩૬॥
આ બાબતમાં મંડિકબ્રાહ્મણ બીજી રીતે પ્રશ્ન કરે છે અને ભગવાન તેનો ઉત્તર આપે છે.
कयगाइमत्तणाओ मोक्खो निच्चो न होइ कुंभो व्व । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्च ॥ १८३७॥ अणुदाहरणमभावो एसो वि मई न तं जओ नियओ । कुम्भविणासविसिट्ठो भावोच्चिय पोग्गलमओ य ॥१८३८॥ (कृतकादिमत्त्वाद् मोक्षो नित्यो न भवति कुम्भ इव । नो प्रध्वंसाभावो भुवि तद् धर्मापि यन् नित्यः ॥ अनुदाहरणमभाव एषोऽपि मतिर्न तद् यतो नियतः । कुम्भविनाशविशिष्टो भाव एव पुद्गलमयश्च ॥)
ગાથાર્થ - કૃતકત્વ વગેરે હેતુઓથી કુંભની જેમ મોક્ષ નિત્ય રહેશે નહીં. આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ પૃથ્વી ઉપર પ્રધ્વંસાભાવ તે ધર્મવાળો (કૃતકત્વાદિ ધર્મવાળો)
હોવા છતાં પણ નિત્ય છે.
તથા આ પ્રÜસાભાવ એ અભાવાત્મક છે. માટે અનુચિત ઉદાહરણ છે. આવી બુદ્ધિ કદાચ શિષ્યની થાય તો તે પણ બરાબર નથી. કારણ કે આ પ્રÜસાભાવ પણ કુંભના વિનાશના વિશિષ્ટપણે નક્કી પુદ્ગલમય એવો ભાવાત્મક જ છે. II૧૮૩૭-૧૮૩૮
વિવેચન - અહીં મંડિકબ્રાહ્મણ આ વિષયમાં ફરીથી ભગવાન શ્રી મહાવીરપ્રભુને
બીજી રીતે પ્રશ્ન કરે છે કે