________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૪૭
છે. શેય એવા ઘટ-પટ-સ્થાણુ-પુરુષાદિ પદાર્થો જો હોય તો જ સંશયાદિ સ્વરૂપે ચાર પ્રકારના જુદા જુદા જીવોને જુદા જુદા કાલે બોધ થાય છે. ધર્મી હોય તો જ ધર્મ સંભવે. સર્વથા શૂન્યતા માન્ય છતે આ સંસારમાં જો કોઈ શેય નથી, જ્ઞાતા નથી, જ્ઞાન નથી તો સંશયાદિ પણ કેમ થાય? કોને થાય ? કયા વિષયના સંશય આદિ થાય ? તેથી તમને જે ભૂતોનો સંશય થયો છે તે પણ ન જ થવો જોઈએ. પરંતુ જેના જેના સંશયાદિ થાય છે તે સઘળી વસ્તુ સંસારમાં સત્ છે આમ માનવું જોઈએ. સત્ હોય તો જ સંશયાદિ ધર્મો ઘટે છે.
સંશયાદિ થાય છે માટે પૃથ્વી આદિ ભૂતો છે. આમ અનુમાનથી પણ ભૂતો સિદ્ધ થાય છે. જેમ ધૂમથી વહ્નિ સિદ્ધ થાય છે તેમ સંશયાદિથી ભૂતોની સિદ્ધિ થાય છે. //૧૭00ll
संति च्चिय ते भावा, संसयओ सोम्म ! थाणु-पुरिसव्व । अह दिटुंतमसिद्धं, मण्णसि नणु संसयाभावो ॥ १७०१॥ (સક્લેવ તે માવા, સંશતઃ સૌમ્ય ! સ્થા[-પુરુષાવિવ ! अथ दृष्टान्तमसिद्धं, मन्यसे ननु संशयाभावः ॥) ।
ગાથાર્થ - હે સૌમ્ય ! સંશય થતો હોવાથી સ્થાણુ-પુરુષાદિની જેમ સર્વે ભાવો સત્ જ છે. હવે જો તમે દૃષ્ટાન્તને અસિદ્ધ માનો તો તમને સંશયનો પણ અભાવ જ થાય. //૧૭૦૧/.
વિવેચન - હે સૌમ્ય ! વ્યક્તપંડિત ! ઘટ-પટ આદિ સઘળાય પદાર્થો તને પણ પ્રસિદ્ધ જ છે. તમારે પણ “આ સર્વે છે જ” આમ સ્વીકારવું પડે તેમ છે. કારણ કે સંશય થાય છે માટે, આ સંસારમાં જેનો જેનો સંશય થાય છે તે તે પદાર્થ સંસારમાં ગમે ત્યાં પણ હોય જ છે. જ્યાં સંશય થાય ત્યાં ભલે હોય અથવા ત્યાં ભલે ન હોય, પણ સંસારમાં અવશ્ય હોય જ છે. જેમકે સ્થાણુ અને પુરુષની શંકા થાય છે તો તે અવશ્ય સંસારમાં હોય જ છે અને જે સર્વથા અસત્ હોય છે. તેનો સંશય પણ થતો નથી જ. જેમકે આકાશપુષ્પ અને ખરવિષાણ. આ અનુમાનથી પણ સર્વે ભાવો સત્ છે આમ સિદ્ધ થાય છે.
હવે કદાચ તમે એમ કહો કે “સ્થાણુ-પુરુષનું જે દૃષ્ટાન્ત છે તે જ અસિદ્ધ છે, ખોટું છે. કારણ કે હું તો સ્થાણુ-પુરુષાદિ સર્વે પણ પદાર્થોનો એકસરખો સમાનપણે અભાવ જ માનું છું. એટલે કે સ્થાણુ-પુરુષ પણ નથી જ. જો આ ઉદાહરણ જ નથી તો