________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૫
મંડિક - અન્ય કોઈપણ કારણોથી નિરપેક્ષ એવો આ અમૂર્ત પ્રયત્નાત્મક ગુણ પરિસ્પન્દનનો સ્વતઃ જ (પોતાની મેળે આપોઆ૫) કારણ બને છે. તેમાં કોઈ અન્ય કારણની અપેક્ષા નથી.
ભગવાન - જો આમ જ હોય તો અમૂર્ત એવો આત્મા જ પરિસ્પંદનનો હેતુ બની શકે છે. નિરર્થક વચ્ચે પ્રયત્ન માનવાની પણ શી જરૂર ? જો અમૂર્તિ એવો પ્રયત્ન સ્વયં પોતે જ પરિસ્પંદનનો હેતુ બનતો હોય તો અમૂર્ત એવો ગુણી આત્મા જ સ્વયં પરિસ્પંદનનો હેતુ કેમ ન બને? કે જેથી પ્રયત્નની નિરર્થક વચ્ચે કલ્પના કરવી પડે.
મંડિક - જો આત્માને પરિસ્પંદનનો હેતુ માનીએ તો આત્માને સક્રિય માનવો પડે અને અમારી દૃષ્ટિએ આત્મા અક્રિય છે. તેથી દેહના પરિસ્પન્દનનું કોઈ અદષ્ટ (ન દેખાય તેવું) કારણ છે. પણ આત્મા કારણ નથી. કારણ કે આત્મા નિષ્ક્રિય છે. પ્રયત્ન પણ કારણ નથી. કારણ કે પ્રયત્ન એ અમૂર્તિ ગુણ છે. તેથી આત્મા અને પ્રયત્નને છોડીને અન્ય કોઈ અવાચ્ય એવું “અદેખું” કારણ છે.
ભગવાન - હે મંડિક ! તમે જેને “અદેખું” કારણ કહો છો તે અમૂર્ત છે કે મૂર્તિ છે ? (અર્થાત્ અરૂપીતત્ત્વ છે કે રૂપીતત્ત્વ છે !) જો આ અદૃષ્ટતત્ત્વ અમૂર્ત (અરૂપી) છે આમ કહેશો તો આત્મા પણ અમૂર્ત છે. તેને જ કારણ કેમ ન મનાય કે જેથી નવા અષ્ટતત્ત્વની કલ્પના કરવી પડે. જેમ તમે પહેલાં પ્રયત્નને કારણ માન્યું હતું, હવે તમે અષ્ટને કારણ માન્યું પણ જો આ બધાં અમૂર્ત હોવા છતાં પરિસ્પન્દનનું કારણ બનતું હોય તો પછી આત્મા પણ અમૂર્ત છે તે જ પરિસ્પન્દનનું કારણ બને. આમ કેમ સ્વીકારતા નથી ? નિરર્થક નવી નવી કલ્પનાઓ કરવાથી શું ફાયદો ? ગૌરવ જ થાય. માટે અમૂર્ત એવો આત્મા જ પરિસ્પન્દનનું કારણ છે અને આ કારણે તે સક્રિય છે.
મંડિક - અમારી દૃષ્ટિએ આત્મા અક્રિય છે. માટે અમે “અદેષ્ટ” કારણે માનીએ છીએ અને તે અદૃષ્ટ અમૂર્તિ માનીએ તો ઉપરોક્ત દોષ આવે છે. તેથી તે અદૃષ્ટને અમે મૂર્ત માનીશું. અર્થાત્ આ અદૃષ્ટ રૂપી છે એમ માનીશું. તો તો કોઈ દોષ નહીં આવેને?
ભગવાન - આત્માને છોડીને આ સ્થૂલશરીરના પરિસ્પન્દનું જો કોઈ અન્ય કારણ માનો અને તેને મૂર્તિ માનો તો તે “કાર્મણશરીર” જ થયું (અર્થાત્ સૂક્ષ્મ શરીર જ સ્કૂલ શરીરના પરિસ્પન્દનનું કારણ બન્યું.) બીજું કોઈ મૂર્તિદ્રવ્ય ત્યાં છે જ નહીં, તેથી બીજું કોઈ પણ કારણ સંભવતું નથી. હવે બહાર દેખાતા સ્થૂલ શરીરના પરિસ્પન્દનના હેતુ તરીકે વપરાતા એવા આ કાર્મણશરીરને કારણ માનશો તો તે પણ એક શરીર છે. તેના પરિસ્પન્દનનું