________________
૪૨૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પણ કોઈક કારણ હોવું જોઈએ. તેનું જે કારણ તે મૂર્ત માનશો, તો તે પણ પરિસ્પન્દનાત્મક જ થશે. તેથી તેનું પણ કોઈક કારણ હોવું જોઈએ. આમ અનવસ્થા દોષ આવશે.
મંડિક અમને અનવસ્થા દોષ આવશે નહીં. કારણ કે અમે સ્થૂલ શરીરના પરિસ્પન્દનનું કારણ કાર્યણશરીર એટલે કે સૂક્ષ્મ શરીર કારણ માનીશું અને સૂક્ષ્મ એવા કાર્યણશરીરના પરિસ્પન્દનનું કારણ “અદૃષ્ટ” માનીશું અને તે અદૃષ્ટ પોતાના સ્વભાવથી જ કાર્મણશરીરના પરિસ્પંદનના કારણસ્વરૂપે પ્રવર્તે છે એમ માનીશું. તેથી પાછળ-પાછળ કારણ માનવાની આપત્તિરૂપ અનવસ્થા દોષ અમને આવશે નહીં.
ભગવાન - જો આમ માનશો તો બહાર દેખાતા એવા સ્થૂલ શરીરના પરિસ્પન્દનની પ્રવૃત્તિ તે અદૃષ્ટથી જ થઈ જશે. વચ્ચે નિરર્થક ન દેખાતા એવા કાર્યણશરીરની કલ્પના કરવાની શું જરૂર ? અર્થાત્ તમે ઉપર જે એમ કહ્યું કે અદૃષ્ટથી સ્વાભાવિકપણે જ કાર્પણનું પરિસ્પન્દન થાય અને કાર્યણના પરિસ્પન્દનથી સ્થૂલ શરીરનું પરિસ્પન્દન થાય. પરંતુ આમ જો અદૃષ્ટ એ પરિસ્પન્દનનું કારણ બનતું હોય તો તો તે અદૃષ્ટ પોતે જ સીધેસીધું સ્થૂલશરીરના જ પરિસ્પન્દનનું કારણ કેમ ન બને ? કે જેથી વચ્ચે નાહક કાર્યણની કલ્પના કરવી પડે ?
મંડિક - અÒવમ્ = ભલે ત્યારે એમ હો. કાર્મણશરીર વચ્ચે કારણ નથી. પણ અદૃષ્ટ જ સ્થૂલશરીરના પરિસ્પન્દનનું કારણ છે એમ જ અમે માનીશું.
ભગવાન - તદ્યુતમ્ = તમારી તે વાત બરાબર નથી. કારણ કે અચેતન એવા જે કોઈ પણ પદાર્થો હોય છે તે આવા પ્રકારના પ્રતિનિયત પરિસ્પન્દનમાં સ્વાભાવિકપણે કારણ બનતા નથી. સ્થૂલ શરીર જ્યારે જ્યારે ગમનાગમન-ઉઠવા-બેસવાની કે શયનની ક્રિયા કરે છે ત્યારે બુદ્ધિપૂર્વક સુખાકારીપણે કોઈ તકલીફ ન પડે તે રીતે તે તે ક્રિયા અર્થાત્ પરિસ્પંદન કરે છે. તેથી તેવી તેવી ક્રિયાઓની પાછળ એટલે કે તેવા તેવા પરિસ્પંદનની પાછળ કોઈ સચેતન (બુદ્ધિશાળી) પદાર્થ કારણ હોય તો જ આમ બને. પણ અચેતન એવું અદૃષ્ટ કારણ નથી. ચેતન જ કારણ છે. તે જ પ્રતિનિયત (અમુક અમુક પ્રકારે ચોક્કસપણે) થતા પરિસ્પન્દનનું કારણ છે અને તે ચૈતન્ય ગુણવાળો આત્મા જ કારણ છે અને તે કારણે તે આત્મા સક્રિય છે.
જો અચેતન પદાર્થો સ્વાભાવિકપણે પરિસ્પન્દનનું કારણ બનતા હોય તો અચેતન દ્રવ્યમાં બુદ્ધિતત્ત્વ ન હોવાથી અને સ્વાભાવિકપણે જ કારણ બનતા હોવાથી જેમાં અન્ય હેતુની અપેક્ષા ન હોય તે કાં તો સદા કારણ જ બન્યા કરે અથવા ક્યારે પણ કારણ