________________
૪૨૪
છઠ્ઠા ગણધર - મંડિક
(देहस्पन्दनहेतुर्भवेत् प्रयत्न इति सोऽपि नाक्रिये । भवेददृष्टो वा मतिस्तदरूपत्वे ननु समानम् ॥ रूपित्वे स देहो, वाच्यस्तत्स्पन्दने पुनर्हेतुः । प्रतिनियतपरिस्पन्दनमचेतनानां नापि च युक्तम् ॥ )
ગાથાર્થ - દેહના પરિસ્પંદનમાં હેતુ આત્માનો પ્રયત્ન છે. (પણ સક્રિયત્વ કારણ નથી.) તો આત્માને અક્રિય માન્યે છતે તે પ્રયત્ન પણ ન ઘટે. કોઈ સ્વાભાવિક અદૃષ્ટ જ કારણ છે. તો તેને અરૂપી માનો તો આત્માને જ સક્રિય માનવો એ સમાન જ છે.
11928911
ગણધરવાદ
અને તે અદૃષ્ટને રૂપી માનો તો તે કાર્પણ દેહ જ કારણ માનવાનું રહ્યું. તેના પરિસ્પન્દનનો હેતુ અન્ય અન્ય માનતાં અનવસ્થા થાય અને અચેતન એવા દેહનું પ્રતિનિયત પરિસ્પંદન થયું તે અયુક્ત છે. ૧૮૪૮॥
-
વિવેચન ગાથા ૧૮૪૬માં દેહમાં પરિસ્પન્દન જણાતું હોવાથી દેહમાં વર્તતો આત્મા સક્રિય છે આમ કહેવામાં આવ્યું છે. ત્યાં મંડિક બ્રાહ્મણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે -
મંડિકબ્રાહ્મણ ભગવાન્ ! દેહના તે પરિસ્પંદનમાં તો આત્માનો પ્રયત્ન જ કારણ છે. પણ ક્રિયા એ કારણ નથી. અર્થાત્ આત્માનો તેવા પ્રકારનો જે પ્રયત્ન થાય છે તે કારણ છે અને પ્રયત્ન એ ગુણ છે ક્રિયા નથી. તેનાથી જ દેહનું પરિસ્પન્દન થાય છે. તેમાં ક્રિયા એ કારણ નથી. તેથી આત્મા સક્રિય સિદ્ધ થતો નથી.
-
ભગવાન - જો આત્માને અક્રિય જ માનો તો તે આત્મામાં પ્રયત્ન પણ ન જ સંભવે. જેમ આકાશ અક્રિય છે તેથી તેમાં પ્રયત્ન વિશેષ સંભવતો નથી તેવી રીતે જો આત્મા અક્રિય હોય તો તેમાં કોઈપણ જાતનો પ્રયત્ન સંભવે જ નહીં. કારણ કે પ્રયત્નવિશેષ છે તે સક્રિયત્વજન્ય છે. તેથી આત્માને સક્રિય માનવો જોઈએ. તથા પ્રયત્ન એ પણ એક પ્રકારની ક્રિયા છે. ક્રિયાત્મક ગુણ જ તેથી જો આત્મામાં પ્રયત્ન તો સક્રિયત્વ પણ છે જ અને જો આ પ્રયત્નને ક્રિયાત્મક ન માનવામાં આવે અને અમૂર્ત એવો ગુણ જ માત્ર માનવામાં આવે તો અમૂર્ત એવા તે પ્રયત્નગુણને દેહના પરિસ્પન્દનો હેતુ માનવામાં શું કારણ ? જેમ આકાશ અમૂર્ત છે તો પરિસ્પંદનનો હેતુ શા માટે બને ? અર્થાત્ અમૂર્ત એવો પ્રયત્નગુણ પરિસ્પંદનનો હેતુ ન બને.