________________
૧૯૨
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ તે અનુમાનો ફરીથી પણ કહેવાય છે. કહેલાં અનુમાનો પણ આ વિષય વધારે દઢ કરવા ફરીથી કહેવાય છે.
संताणोऽणाई उ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य, गोयम ! बीयंकुराणं व ॥१६६५॥ तो कम्मसरीराणं, कत्तारं करणकजभावाओ । पडिवज्ज तदब्भहिअं, दंडघडाणं कुलालं वा ॥१६६६॥ अस्थि सरीरविहाया, पइनिययागारओ घडस्सेव । अक्खाणं च करणओ, दंडाईणं कुलालो व्व ॥१६६७॥ (सन्तानोऽनादिस्तु, परस्परं हेतुहेतुभावात् ।।
देहस्य च कर्मणश्च, गौतम ! बीजाङ्करयोरिव ॥ ततः कर्मशरीरयोः, कर्तारं करणकार्यभावात् । प्रतिपद्यस्व तदभ्यधिकं, दण्डघटयोः कुलालमिव ॥ अस्ति शरीरविधाता, प्रतिनियताकारतो घटस्येव । अक्षाणां च करणतो, दण्डादीनां कुलाल इव ॥)
ગાથાર્થ - હે ગૌતમ! બીજ અને અંકુરાની જેમ શરીર અને કર્મની વચ્ચે પરસ્પર કાર્યકારણ ભાવ હોવાથી આ બન્નેની પરંપરા અનાદિની છે. તેથી જેમ દંડ એ કરણ છે અને ઘટ એ કાર્ય છે તે બન્નેથી કર્તા કુલાલનામનો ભિન્ન છે. તેવી જ રીતે કર્મ અને ભોગ્યશરીરની વચ્ચે પણ કરણ અને કાર્યપણું હોવાથી તે બન્નેથી ભિન્ન એવો જીવ નામનો પદાર્થ કર્તા છે એમ તું સ્વીકાર. આ શરીરનો કોઈક વિધાતા (રચના કરનારો જીવ નામનો પદાર્થ) અવશ્ય છે જ. કારણ કે ઘટની જેમ શરીરનો પ્રતિનિયત (વ્યવસ્થિત) આકાર હોવાથી તથા ઈન્દ્રિયો કરણ હોવાથી તેનો નિયત્તા કોઈક છે. જેમ દંડાદિ કરણનો નિયંતા કુલાલ (કુંભાર) છે તેમ. ll૧૬૬૫-૧૬૬૬-૧૬૬૭ll
વિવેચન - આ ત્રણે ગાથાઓ સરળ છે. કેટલોક વિષય પૂર્વે આવી પણ ગયો છે. ગાથા ૧૬૬૫ નો વિષય ગાથા ૧૬૩૯ માં અને ગાથા ૧૬૬૭ નો વિષય ગાથા ૧૫૬૭ માં આવી ગયો છે. તથાપિ મંદમતિવાળા જીવોના ઉપકારાર્થે અને જીવતત્ત્વની સિદ્ધિનો પ્રસંગ ચાલુ હોવાથી સંક્ષેપમાં ગ્રંથકારશ્રીએ પુનઃ લખ્યો છે.