________________
૧૯૧
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ અને સુખ કોને કહેવાય ? તેનો અનુભવ પૂર્વે પ્રાપ્ત કરેલો છે તેથી થાય છે. તેવી જ રીતે બાલ્યાવસ્થામાં સ્તનપાનકાલે, અનુકુળ શયનકાલ, અનુકુળ રમકડાંના સંયોગકાલે જે આનંદ અને સુખની લહરીઓ થાય છે તે તેના પણ પૂર્વકાલમાં અનુભવેલા આનંદ અને સુખપૂર્વકની છે. ગતભવનું શરીર તેમાં કારણ નથી. કારણ કે તે શરીરનો તો ત્યાં જ નાશ થયેલો છે. છતાં પણ આ ભવમાં સુખનો અનુભવ અવશ્ય થાય છે. તેથી પૂર્વભવમાં પ્રાપ્ત કરેલો આનંદ અને સુખનો અનુભવ એ જ વર્તમાન ભવના આનંદ અને સુખના અનુભવને અનુભવ રૂપે જાણવાનું કારણ છે. તેવી જ રીતે પૂર્વે કરેલા દુઃખના અનુભવપૂર્વકનો વર્તમાન દુખનો અનુભવ છે.
આનંદ અને સુખનો અનુભવ એ એક પ્રકારના ગુણો છે. આ ગુણો શરીરના નથી. કારણ કે મૃત શરીરમાં ઈષ્ટ વિષયો પ્રાપ્ત થવા છતાં આનંદ અને સુખની લાગણીઓ થતી નથી. તેથી આ આનંદ અને સુખગુણ જેના છે તે ગુણોનો ગુણી એવો જીવ છે. ગુણી વિના કેવલ એકલા ગુણો રહેતા નથી. તેથી આનંદ અને સુખગુણના આશ્રયભૂત (આધારભૂત) જે ગુણી દ્રવ્ય છે તે જ આત્મા છે. આત્મા જ આનંદ અને સુખમય છે.
આ પ્રમાણે બાલ્યાવસ્થાનો દુઃખનો અનુભવ પણ પુર્વાનુભૂત દુઃખપૂર્વક છે. જેમકે બાળકના પગમાં આગનો કણીયો સ્પર્શી જાય તેનાથી દાહ થતાં તે દુઃખી થાય અને અતિશય રુદન કરે છે. અહીં આગના કણીયાના સ્પર્શથી જે દુઃખ-પીડાનો અનુભવ થાય છે તેને વેદના કહેવાય-પીડા કહેવાય. આવા પ્રકારનું જ્ઞાન તથા મારાથી આ વેદના સહન થતી નથી આવું જ્ઞાન, આ બધા ભાવો જીવને જ થાય છે, શરીરને થતા નથી. કારણ કે જો શરીરને થતા હોય તો મૃતશરીરને પણ થવા જોઈએ. માટે દુઃખનો અનુભવ કરનારું જે તત્ત્વ શરીરની અંદર છે તે તત્ત્વ ગતભવથી આવેલું છે. ગતભવના અનુભવના સંસ્કારવાળું તે દ્રવ્ય છે તે દ્રવ્યને જ આત્મા કહેવાય છે.
આ પ્રમાણે આનંદનો અનુભવ કરનાર, સુખનો અનુભવ કરનાર, દુઃખનો અનુભવ કરનાર શરીરથી ભિન્ન અને શરીરમાં જ રહેલો આત્મા છે. તેમ રાગ-દ્વેષ-ભય અને શોકાદિનો અનુભવ કરનાર પણ શરીરથી ભિન્ન અને શરીરમાં જ રહેલો જીવ છે. ll૧૬૬૪
શ્રી ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ સાથેના વાદમાં જીવન અને કર્મની સિદ્ધિ કરવાના પ્રસંગે ઘણાં અનુમાનો પૂર્વે કહ્યાં છે. હાલ વાયુભૂતિની સાથેના વાદમાં પણ શરીરથી ભિન્ન એવા જીવની જ સિદ્ધિ કરવાની ચર્ચા ચાલે છે. તેથી તે પૂર્વે કહેલાં સર્વે અનુમાનો આ વાયુભૂતિના વાદપ્રસંગે પણ અતિશય આવશ્યક છે. તેથી મન્દમતિવાળા જીવોની સ્મૃતિ માટે અને પંચભૂતાત્મક શરીરથી આત્મા ભિન્ન જ છે. આ વાત સિદ્ધ કરવા માટે