________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૫ નિયમને આધીન થઈને જ ભવાન્તરમાં જીવોની ચિત્ર-વિચિત્રતા સંભવે છે. કારણ કે વર્તમાનભવમાં દરેક જીવો ચિત્ર-વિચિત્ર કર્મો કરે છે અને તે કર્મો જ ભવાન્તરમાં મળનારા ફળનાં બીજ છે. તેથી ભવાન્તરમાં ચિત્ર-વિચિત્રતા કર્માનુસારે ઘટે છે તે વાત પરમાત્મા સમજાવે છે.
अहवा जउच्चिय बीयाणुरूवजम्मं मयं तओ चेव । जीवं गिण्ह भवाओ भवंतरे चित्तपरिणामं ॥१७७६॥ जेण भवंकुरबीयं कम्मं चित्तं च तं जओऽभिहियं । हेउविचित्तत्तणओ, भवंकुरविचित्तया तेणं ॥१७७७॥ (अथवा यत एव बीजानुरूपजन्म मतं तत एव । जीवं गृहाण भवाद् भवान्तरे चित्रपरिणामम् ॥
येन भवाङ्करबीजं कर्म चित्रं च तद् यतोऽभिहितम् । हेतुविचित्रत्वतो, भवाङ्कुरविचित्रता तेन ॥)
ગાથાર્થ - અથવા જે કારણથી બીજને અનુરૂપ જન્મ તમારા વડે સ્વીકારાયો છે. તેથી જ ભવથી ભવાન્તરમાં જનારા જીવને ચિત્ર-વિચિત્ર પરિણામવાળો ભવ ઘટે છે. આમ તમે સ્વીકારો કારણ કે ભવરૂપી અંકુરાનું બીજ કર્મ છે અને તે કર્મ ચિત્રવિચિત્ર છે તે વાત મારા વડે કહેવાઈ ગઈ છે. તેથી (કર્મસ્વરૂપ) હેતુની વિચિત્રતાથી તેના ફલસ્વરૂપ ભવાંકુરાની વિચિત્રતા પણ તમે સ્વીકારો. ll૧૭૭૬-૧૭૭૭ll
વિવેચન - હે સૌમ્ય ! ગૌતમગોત્રીય સૌધર્મ ! “કારણને અનુરૂપ કાર્ય હોય છે” એવું તમે માનો છો. જેમ જવના બીજમાંથી જવના જ અંકુરા ફુટે છે. જો કે આ ન્યાય એકાન્તિક નથી, કારણથી વિરૂપ પણ કાર્ય થાય છે. છતાં માની લો કે આ ન્યાય એકાન્તિક છે અને તે સાચો છે તો પણ તે ન્યાયથી જ આ ભવથી બીજા ભવમાં જતા જીવની ચિત્રવિચિત્ર અર્થાત્ સદેશ અને વિદેશ એમ બન્ને પ્રકારની પરિણતિ થાય છે એમ તમે સ્વીકારો. જીવ આ ભવમાં જેવું કારણ સેવે છે તેને અનુસારે ભવાન્તરમાં સદેશ પણ બને છે અને વિદેશ પણ બને છે.
સુધર્મ – પ્રભુ ! તમારી આ વાત બરાબર સમજાતી નથી. કારણ કે આ ભવમાં જે સ્ત્રી હોય તે સ્ત્રીપણું જ ભવાન્તરનું કારણ છે. હવે જો કારણને અનુરૂપ કાર્ય થાય છે આ સિદ્ધાન્ત સ્વીકારીએ તો આ ભવનું સ્ત્રીપણું એ જ ભવાન્તરના સ્ત્રીપણાનું કારણ