________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ગાથાર્થ - શ્રૃંગમાંથી શર ઉત્પન્ન થાય છે. તેને જ જો સર્ષપનો લેપ કરવામાં આવે તો તેનાથી ભૂતૃણક નામની વનસ્પતિ થાય છે તથા ગાય અને બકરીના રોમમાંથી દૂર્વા નામની વનસ્પતિ થાય છે. આ પ્રમાણે વૃક્ષોના સ્વરૂપને સમજાવતા આયુર્વેદમાં વિલક્ષણ દ્રવ્યોથી વિલક્ષણ કાર્ય થાય એમ કહેલું છે. તથા યોનિપ્રામૃત નામના ગ્રંથમાં વિસર્દેશ દ્રવ્યોના મીલનથી વિસદેશ એવા સર્પ-સિંહાદિનો, મણિ-રત્નોનો તથા સુવર્ણાદિનો જન્મ કહેલો પણ દેખાય છે. તેથી હે સૌમ્ય ! આ એકાન્ત નથી. ૧૭૭૪-૧૭૭૫/
૩૪૪
66
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ સુધર્મને સમજાવતાં કહે છે કે હે સુધર્મન્ ! “કારણને અનુરૂપ જ કાર્ય થાય” આવો એકાન્તનિયમ નથી. ક્યારેક કારણને અનુરૂપ પણ કાર્ય થાય છે અને ક્યારેક કારણથી વિરૂપ કાર્ય પણ થાય છે. જેમકે શ્રૃંગમાંથી પણ શર નામની વનસ્પતિ થાય છે. તે જ શર નામની વનસ્પતિને સર્ષપથી જો લિપ્ત કરવામાં આવે તો તેમાંથી ભૂતૃણક એવું એક પ્રકારનું ઘાસ (વનસ્પતિ) પણ ઉત્પન્ન થાય છે. તથા ગાયની અને બકરીની રોમરાજીમાંથી દુર્વા (ધરો) નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારનું વૃક્ષસંબંધી વર્ણનવાળા આયુર્વેદમાં કહ્યું છે. આ રીતે વનસ્પતિનું સ્વરૂપ સમજાવતા એવા આયુર્વેદમાં પરસ્પર વિલક્ષણ (વિજાતીય) એવાં અનેક દ્રવ્યોના સંયોગથી જન્મ પામનારી ભિન્ન ભિન્ન વનસ્પતિઓ છે આમ કહ્યું છે.
તથા જ્યાં યોનિઓનું (ઉત્પત્તિસ્થાનનું) જ વર્ણન છે એવા યોનિપ્રામૃત નામના શાસ્ત્રમાં વિલક્ષણ (વિજાતીય) એવાં અનેક દ્રવ્યોનો સંયોગ કરવાથી બનેલી યોનિમાં (ઉત્પત્તિસ્થાનમાં) સર્પ-સિંહ જેવા પ્રાણઘાતક પ્રાણીઓ તથા મણિઓ અને સુવર્ણ આદિ ભિન્નભિન્ન રૂપવાળા ઘણા પદાર્થો ઉત્પન્ન થાય છે આમ પણ કહેલું છે. અહીં શાસ્ત્રકારે જે જે દૃષ્ટાન્તો આપ્યાં છે તે તે દૃષ્ટાન્તો આયુર્વેદ અને યોનિપ્રામૃતમાં પ્રસિદ્ધ છે. તેનો અભ્યાસ વર્તમાનકાલમાં ન હોવાથી ઉપરોક્ત ઉદાહરણો હાલ અનુભવગમ્ય નથી. પણ આમ થતું હશે તે વાત ચોક્કસ છે. છતાં વર્તમાન અનુભવમાં પણ અગ્નિમાંથી જે ધૂમ થાય છે. તે વિસર્દેશ જ કાર્ય છે. અગ્નિ રક્ત અથવા શ્વેત હોય છે તથા દાહક હોય છે, જ્યારે તેમાંથી ઉત્પન્ન થતો ધૂમ કૃષ્ણ હોય અને અદાહક હોય છે. એવી જ રીતે વાદળમાંથી પાણી બને છે. ઉપભોગ કરેલા ભોજનમાંથી સાત ધાતુઓ શરીરમાં બને છે ઈત્યાદિ અનેક ઉદાહરણો એવાં પણ છે કે જ્યાં કારણને અનુરૂપ કાર્ય નથી પણ કારણથી વિરૂપ કાર્ય પણ થાય છે. તેથી “કારણને અનુરૂપ જ કાર્ય થાય' આવા પ્રકારનો એકાન્તનિયમ નથી. ।।૧૭૭૪-૧૭૭૫મા
અથવા ધારો કે “કારણને અનુરૂપ કાર્ય થાય છે” આવો સિદ્ધાન્ત છે તો તે