________________
૩૪૬
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
હોવાથી ભવાન્તરમાં પણ સ્ત્રી જ થાય. પણ વિસદેશ કેમ થાય ? અને જો વિસદંશ થાય
તો “કારણને અનુરૂપ જ કાર્ય થયું છે” આમ કેવી રીતે કહેવાય ? એવી જ રીતે આ ભવનું પુરુષાકાર જે શરીર છે તે જ શરીર ભવાન્તરમાં પ્રાપ્ત થતા પુરુષપણાનું કારણ છે. માટે જો આ ન્યાયને સ્વીકારીએ તો જે જેવો તે તેવો જ થાય પણ વિસદેશ અર્થાત્
ચિત્ર-વિચિત્ર ન થાય. માટે આપની વાત બરાબર સમજાતી નથી.
=
ભગવાન – હે સુધર્મ ! આ ભવમાં પ્રાપ્ત થયેલું સ્ત્રીપણું કે પુરુષપણું એ પરભવમાં પ્રાપ્ત થતા સ્ત્રીપણાનું કે પુરુષપણાનું કારણ નથી. અહીં જ મોટી ભૂલ થાય છે. આ ભવનું સ્ત્રીપણાનું શરીર કે પુરુષાકારપણાનું શરીર કે મનુષ્યાકારનું શરીર તો અહીં જ બાળી નાખવામાં આવે છે આ શરીર તો અહીં જ રખ્યા થાય છે. તેથી આ ભવનાં સ્થૂલ ઔદારિક શરીરો એ પરભવના શરીરનાં કારણો જ નથી. જેમ માટીમાંથી ઘટ બને છે ત્યાં માટી કારણ છે અને ઘટ કાર્ય છે, જ્યારે ઘટાત્મક કાર્ય બને છે ત્યારે માટીસ્વરૂપ કારણ વિદ્યમાન જ હોય છે. નષ્ટ થયેલું હોતું નથી. હવે જો આ ભવનું શરીર પરભવના શરીરનું કારણ હોય તો પરભવના શરીરની રચનાના કાલે આ ભવનું શરીર વિદ્યમાન રહેવું જોઈએ પણ વિદ્યમાન રહેતું નથી. તેનો તો અગ્નિસંસ્કાર કરવા દ્વારા અહીં જ નાશ કરવામાં આવે છે. જીવ આ શરીરને છોડીને જ પરભવમાં જાય છે ત્યાં આ ભવનું શરીર તો છે જ નહીં કે જે ભવાન્તરમાં બનતા શરીરનું કારણ બને.
સુધર્મ – જો આમ છે તો ભવાન્તરમાં બનતા શરીરનું કારણ કોને માનવું ? અને “કારણાનુરૂપ કાર્ય” થાય છે આ ન્યાય કેવી રીતે લગાડવો ?
ભગવાન્ - હે સુધર્મ ! ભવાન્તરમાં બનતા નવા શરીરરૂપી અંકુરાનું બીજભૂત કારણ આ ભવનું સ્થૂલ ઔદારિક શરીર નથી. પરંતુ જીવની સાથે બંધાયેલું કર્મ (કાર્મણ શરીર) એ કારણ છે. જે અતિશય સૂક્ષ્મ છે, અદૃશ્ય છે અને ભવાન્તરમાં જતા જીવની સાથે આવે છે. ભવોભવમાં સાથે જ રહે છે. તે આ કર્મ એ બીજ છે અને ભવાન્તરમાં પ્રાપ્ત થતું શરીર એ અંકુરો છે. તેથી આ ભવનું સ્થૂલ શરીર સ્ત્રીપણે હોય, પુરુષપણે હોય, માનવપણે હોય કે પશુપણે હોય, તે ભલે જન્મથી મરણ સુધી એક જ હોય, પણ આ ભવમાં વર્તતો જીવ આ સ્થૂલશરીરથી જે ચિત્ર-વિચિત્ર કર્મો બાંધે છે. તે કર્મો ભવાન્તરના દેહનું કારણ (બીજ) બને છે. આ ભવમાં સ્ત્રીપણાના શરીરમાં વર્તતો જીવ પણ પરિણામની વિચિત્રતાના કારણે નપુંસકવેદ, સ્ત્રીવેદ અને પુરુષવેદ એમ ત્રણેમાંનું કોઈપણ વેદમોહનીયકર્મ બાંધી શકે છે. તે બંધાયેલું વેદમોહનીયકર્મ એ ભવાન્તરના પ્રાપ્ત થતા દેહમાં વેદનું કારણ બને છે. તેથી સ્ત્રી મરીને નપુંસક પણ થઈ