________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૭
અને અંકુરાની જેમ આ ઉદાહરણ જાણવું. (૪) જેમ બીજ વડે અંકુરા કરાય છે અને અંકુરાથી શાખા-પ્રશાખા-ફૂલ-ફળ દ્વારા અનુક્રમે ફરીથી બીજ કરાય છે. આ જ પ્રમાણે દેહથી કર્મ કરાય છે અને કર્મથી દેહની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે પરસ્પર ફરી ફરીને કાર્ય-કારણભાવ રહેલો છે. અહીં જે બે વસ્તુનો પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે. તે બે વસ્તુની પરંપરા અનાદિ હોય છે. જેમ બીજ અને અંકુરા તથા પક્ષી અને ઈ. તેમ દેહ અને કર્મમાં પણ પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. આ અન્વયવ્યાપ્તિ-અન્વયઉદાહરણ અને અન્વયઉપનય જાણવો. (૫) તતોડનાવિઃ સન્તાન: = તેથી કર્મની પરંપરા અનાદિની જ છે. આ નિગમન જાણવું. ll૧૬૩૯
વેદમાં કહેલાં પદો દ્વારા પણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કર્મતત્ત્વ સમજાવતાં કહે
कम्मे चासइ गोयम ! जमग्गिहोत्ताइ सग्गकामस्स । वेयविहियं विहण्णइ, दाणाइफलं च लोयम्मि ॥१६४०॥ (कर्मणि चासति गौतम ! यदग्निहोत्रादि स्वर्गकामस्य ।
वेदविहितं विहन्यते, दानादिफलञ्च लोके ॥)
ગાથાર્થ - જો કર્મતત્ત્વ ન માનીએ તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા. આવું વેદમાં કરેલું વિધાન ઘટી શકે નહીં. તથા લોકમાં કરાતી દાનાદિ ક્રિયાનું ફળ પણ ઘટી શકે નહી. ll૧૬૪oll
વિવેચન - વેદમાં કહેલાં વાક્યો દ્વારા પણ કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે સમજાવતાં પરમાત્મા કહે છે કે ગૌતમ ગોત્રમાં જન્મેલા હે અગ્નિભૂતિ ! જો કર્મ ન માનો તો “નહોત્ર ગુહુયાત્ સ્વ :” ઈત્યાદિ વેદનાં વાક્યોમાં જે કહેલું છે કે “સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા” આ વાત ઘટશે નહીં. કારણ કે સ્વર્ગાદિની પ્રાપ્તિ પુણ્યબંધના કારણે થાય છે. તે પુણ્યબંધ રૂપ શુભકર્મ તમે સ્વીકારતા નથી. તેથી અગ્નિહોત્રાદિ યજ્ઞનું વિધાન વ્યર્થ થશે. જો કર્મતત્ત્વ માનો તો જ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા પુણ્યકર્મ બંધાય, અને તે પુણ્ય ઉદયમાં આવતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય આ વાત ઘટી શકે છે. પરંતુ કર્મ નહીં માનો તો ઘટશે નહીં. અગ્નિહોત્રાદિ યજ્ઞનું વિધાન પણ વ્યર્થ થશે.
વળી આ લોકમાં દાનાદિ શુભક્રિયાનું ફળ સ્વર્ગાદિ જે પ્રસિદ્ધ છે. તે પણ ઘટશે