________________
૧૪૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ કર્મથી કથંચિત્ મૂર્તિ એવા જીવને અવશ્ય અનુગ્રહ-ઉપઘાત થાય છે. આકાશ તો અમૂર્ત પણ છે અને અચેતન પણ છે. તેથી આકાશને અનુગ્રહ-ઉપઘાત થતા નથી. ll૧૬૩૮
संताणोऽणाई उ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य गोयम ! बीयंकुराणं व ॥१६३९॥ (सन्तानोऽनादिस्तु, परस्परं हेतुहेतुभावात् ।
देहस्य च कर्मणश्च, गौतम ! बीजाङ्करयोरिव ॥)
ગાથાર્થ - હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ ! બીજ અને અંકુરાની જેમ દેહ અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમભાવ હોવાથી એટલે કે કારણ-કાર્યભાવ હોવાથી આ કર્મપરંપરા અનાદિની છે. /૧૬૩૯ll
વિવેચન - જે બે વસ્તુઓ વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે તે બન્ને વસ્તુની પરંપરા અનાદિની જ હોય છે. જેમકે બીજ વાવીએ તો જ અંકુરા થાય છે. પરંતુ વાવેલું તે બીજ પૂર્વે ઉગેલા કોઈ અંકુરામાંથી જ નીપજેલું છે. એટલે કે બીજની પૂર્વે પણ અંકુરા હતા. વળી તે પૂર્વકાલીન અંકુરા એમને એમ આકાશમાંથી કંઈ ટપકી પડ્યા નથી. પણ તે અંકુરા માટે તેના પૂર્વકાલમાં બીજ વાવેલાં છે. વળી તે બીજ તેના પૂર્વે થયેલા અંકુરામાંથી જ થયેલા છે. આમ બીજ અને અંકુરામાં પરસ્પર કાર્ય-કારણભાવ હોવાથી જેમ આ અનાદિ પરંપરા છે. તેમ ભાગ્યશરીર અને કર્મનો પણ હેતુ-હેતુમદ્ભાવ એટલે કે કારણ અને કાર્યભાવ છે. તેથી કર્મ-પરંપરા અનાદિની છે. આ જીવ પૂર્વભવથી કર્મ લઈને આવે છે એટલે વર્તમાનભવનું શરીર ગર્ભવાસમાં બનાવે છે અને પૂર્વભવથી જે કર્મ લઈને જીવ આવ્યો છે તે કર્મ પૂર્વભવના શરીર દ્વારા કરેલાં છે. વળી તે પૂર્વભવનું શરીર તેના પૂર્વભવથી લાવેલા કર્મ વડે બનેલું છે. આમ દેહ અને કર્મની વચ્ચે કારણકાર્યભાવ હોવાથી બીજ અને અંકુરાની જેમ કર્મની પરંપરા અનાદિની છે.
આ વિષય સમજવા માટે કેરી અને ગોટલો, પક્ષી અને ઈડુ, રાત્રિ અને દિવસ, પિતા અને પુત્રની પરંપરા, આવા પ્રકારની અનેક વસ્તુઓ પરસ્પર કાર્ય-કારણ ભાવવાળી હોવાથી અનાદિકાળથી હોય છે. તે માટે આવાં અનેક દૃષ્ટાન્તો છે. જે સ્વયં સમજી લેવાં.
ન્યાયશાસ્ત્રની પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણાદિની નીતિ-રીતિ મુજબ કર્મ-પરંપરા અનાદિની છે, તે બોલવામાં આ રીતે બોલાય છે. (૧) કર્મની પરંપરા અનાદિની છે. આ પ્રતિજ્ઞા છે. (૨) દેહ અને કર્મ વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ છે માટે. આ હેતુ છે. (૩) બીજ