________________
૧૪૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
નહીં. જો સ્વર્ગાદિ શુભફળની પ્રાપ્તિ હોય તો જ દાનાદિ શુભક્રિયામાં લોકપ્રવૃત્તિ હોય. અન્યથા દાનાદિમાં થતી લોકપ્રવૃત્તિ પણ ઘટે નહીં. માટે કર્મ ન માનવું આ વાત અયુક્ત જ છે. વેદના કથન પ્રમાણે અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા અને દાનાદિ શુભક્રિયાઓ કરવા દ્વારા આ જીવ એવું વિશિષ્ટ પુણ્યકર્મ બાંધે છે કે જેના ઉદયથી સ્વર્ગાદિની અને યશકીર્તિ આદિની પ્રાપ્તિ થાય છે. માટે પણ કર્મ છે. આમ માનવું એ જ ઉચિત છે.
તેમજ વિજરિયાતમાવાઓ (૧૬૧૫) ઈત્યાદિ ગાથામાં પૂર્વે કહી ગયા છીએ કે જેમ ખેતી વેપાર આદિ ક્રિયાનું ફળ ધાન્યપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ છે. તેમ દાનાદિ ક્રિયાનું પણ સ્વર્ગપ્રાપ્તિ આદિ ફળ છે. માટે વેદવાક્યથી પણ કર્મતત્ત્વ સ્વીકારવું જોઈએ. ૧૬૪૦
હવે અગ્નિભૂતિ કહે છે કે કર્મ ન સ્વીકારીએ અને ઈશ્વરાદિને (ઈશ્વર-કાલનિયતિ-યર્દચ્છાદિ વગેરેને) જ જગત્કર્તા છે. આમ માની લઈએ અને પ્રત્યક્ષ દેખાતી સુખીદુઃખી-રાજા-રંક આદિની વિચિત્રતા ઈશ્વર આદિએ કરેલી છે. પણ કર્મે કરેલી નથી. આમ માનીએ તો શું દોષ ? તો આ બચાવ પણ અયુક્ત જ છે. એમ સમજાવતાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે
-
कम्ममणिच्छंतो वा सुद्धं चिय जीवमीसराई वा । मण्णसि देहाईणं, जं कत्तारं न सो जुत्तो ॥१६४१॥
(कर्मानिच्छन् वा शुद्धमेव जीवमीश्वरादिं वा ।
मन्यसे देहादीनां, यं कर्तारं न स युक्तः ॥ )
ગાથાર્થ - કર્મ ન સ્વીકારતાં શુદ્ધ એવા જીવને અથવા ઈશ્વરાદિને જ દેહાદિનો કર્તા સ્વીકારવો. તે પણ યુક્તિયુક્ત નથી. (તેનું કારણ આગળ આવતી ગાથામાં કહે છે.)
//૧૬૪૧||
વિવેચન - હે અગ્નિભૂતિ ! જો તમે કર્મતત્ત્વને ન સ્વીકારો તો પૂર્વભવથી છુટેલો આ જીવ ભોગ્યશરીરને ત્યાં મુકીને જ આવે છે એટલે કે તે સાથે આવતું નથી. અને સાથે આવે તેવું કર્મતત્ત્વ તમે માનતા નથી. તેથી ભોગ્યશરીરથી છુટેલો આ જીવ શુદ્ધ જ હશે, તે જીવને મૃત્યુબાદ કર્મબંધન ન હોવાથી મુક્તિ જ થવી જોઈએ, મુક્તિમાં જો ન જાય તો કઈ ગતિમાં અને કોના ઘરે જન્મ લેવો. તે બધી અવ્યવસ્થા થશે તથા જે
માતાની કુક્ષિમાં શુદ્ધ એવો આ જીવ ગયો તે શુદ્ધ આત્મા જ નવા ભવના ભોગ્યશરીરનો કર્તા છે. આમ માનવું પડશે. અથવા કર્મતત્ત્વ ન માનો તો ઈશ્વરે આ જગતની વિચિત્રતા