________________
૧૪૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ સર્જી છે. આમ માનવું પડશે અથવા નિયતિ એટલે કે ભાવિમાં આમ બનવાનું નિયત હશે એટલે આમ બને છે. આ પ્રમાણે નિયતિને કર્તા માનવી પડશે અથવા તે તે કાલે આમ બનવાનું છે એમ માનીને કાલને કર્તા માનવો પડશે અથવા કોઈપણ જાતના કારણ વિના ગમે તેમ ગમે તે થાય છે. કોઈ ભાવ નિયત નથી. આમ યદચ્છાને (મરજી મુજબ
સ્વકાર્યો થાય છે આવી યદચ્છાને) કર્તા માનવી પડશે. પરંતુ જો તમે આવું માનો તો તેમાંનો એક પણ પક્ષ યુક્તિયુક્ત નથી. અર્થાત્ શુદ્ધ એવો જીવ, ઈશ્વર, કાલ, નિયતિ કે યદેચ્છાદિ આ જગતની વિચિત્રતાના કર્તા સંભવી શકતા નથી. તેનાં કારણો હવે પછીની ૧૬૪૨ મી ગાથામાં સમજાવાય છે. ll૧૬૪૧//
उवगरणाभावाओ, निच्चेट्ठाऽमुत्तयाइओ वा वि । ईसरदेहारंभे वि, तुल्लया वा अणवत्था वा ॥१६४२॥ (उपकरणाभावाद्, निश्चेष्टामूर्ततादितो वाऽपि
રૂંશ્વરાર મેડપિ, તુચેતા વાનવસ્થા વા )
ગાથાર્થ - શુદ્ધ એવો જીવ ભોગ્યશરીરાદિનો કર્તા નથી. કારણ કે ઉપકરણનો અભાવ છે, નિશ્ચષ્ટ છે અને અમૂર્ત છે વગેરે તથા ઈશ્વરને દેહના આરંભક માનવામાં પણ ઉપરોક્ત હેતુઓ તુલ્ય જ છે અથવા અનવસ્થા દોષ આવે છે. ll૧ ૬૪૨l
વિવેચન - કર્મ વિનાનો શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ કોઈ પણ પદાર્થ, ભોગ્ય એવા સ્કૂલ શરીરાદિની રચના કરવાનું કાર્ય કરતા નથી. કારણ કે તેની પાસે ઉપકરણનો અભાવ છે. જેમ દંડ-ચક્ર અને ચીવરાદિ ઉપકરણ (ઘટ બનાવવાની સામગ્રી) વિનાનો કુંભાર ઘટાદિ પદાર્થ બનાવી શકતો નથી તેવી જ રીતે ઉપકરણીભૂત એવા કર્મતત્ત્વ વિના શુદ્ધ એવો મુક્તગત આ જીવ કે ઈશ્વરાદિ ભોગ્યશરીરની રચના કરવા સમર્થ નથી.
ભોગ્યશરીરાદિની રચના કરવામાં “કર્મ” એ જ ઉપકરણ છે એટલે કે સાધનસામગ્રી છે. કર્મ વિના બીજું કોઈ ઉપકરણ ત્યાં નથી. કારણ કે પૂર્વભવથી છુટેલો જીવ જ્યારે ઉત્પત્તિસ્થાનભૂત ગર્ભાદિસ્થાનમાં આવે છે ત્યારે પૂર્વભવની તમામ સામગ્રી ત્યાં ત્યજીને જ આવે છે. એટલે બીજું કોઈ ઉપકરણ તે કાલે જીવ પાસે નથી. જો “કર્મ” માનીએ તો કર્મ એ જ ઉપકરણ થઈ શકે છે અને તે કાલે એટલે કે ઉત્પત્તિસ્થાનમાં આવ્યો ત્યારે તે ઉપકરણ જીવ પાસે છે. કર્મ વિના તે કાલે જીવ પાસે અન્ય કોઈ ઉપકરણ નથી. કર્મ વિનાના કેવલ એકલા શુદ્ધજીવને માત-પિતાના અંશરૂપ શુક્ર-શોણિતનું ગ્રહણ કરવું અને તેમાંથી શરીર બનાવવું પણ ઘટતું નથી. કારણ કે કેવલ એકલા શુદ્ધજીવને આ ભોગ્યશરીર