________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૦૩
આ વિષયસુખ છે. જેમ ખસના રોગીને ખણજ પ્રારંભમાં સુખકારી લાગે પરંતુ ખણજ ખણવી તે રોગ મટાડનાર નથી પણ રોગ વધારનાર છે તેમ અહીં સમજવું.
આ ભોગસુખોમાં દુઃખ હોવા છતાં માત્ર અરતિને જ ટાળનાર છે. એથી સુખપણા”નો ઉપચાર કરાયો છે અને કોઈપણ ઉપચાર જે કરાય છે તે અન્યત્ર સાચી વસ્તુ હોય તો જ થાય છે. સાચી વસ્તુ વિના ઉપચાર થતો નથી. જેમ જગતમાં સાચો સિંહ અરણ્યમાં છે તો જ તેની બહાદુરીનો ગુણ જેમાં હોય છે તેવા પુરુષમાં સિંહનો ઉપચાર કરાય છે. સાચો સાપ છે તો જ ક્રોધી માણસમાં સાપનો ઉપચાર કરાય છે. બુદ્ધિ વિનાનો સાચો ગધેડો છે તો જ બુદ્ધિહીન પુરુષમાં ગધેડાનો ઉપચાર કરાય છે. તેમ આત્માના ગુણોની રમણતાનો જે આનંદ છે. તે રૂપ સાચું સુખ અન્યત્ર છે તો જ ભોગસુખોમાં સુખપણાનો ઉપચાર કરાય છે. તથ્ય વિના ઉપચાર થતો નથી. ૨૦૦૬ll
तम्हा जं मुत्तसुहं, तं तच्चं दुक्खसंखएऽवस्सं । मुणिणोऽणाबाहस्स व णिप्पडियारप्पसूईओ ॥२००७॥ (तस्माद् यद् मुक्तसुखं, तत्तथ्यं दुःखसंक्षयेऽवश्यम् । મુનેનાવાયચ્ચેવ, નિષ્પતિવIRપ્રસૂતે !)
ગાથાર્થ - તેથી જે મુક્ત આત્માનું સુખ છે તે જ સાચું સુખ છે. કારણ કે સર્વ દુ:ખોનો ક્ષય થયે છતે નિપ્રતિકાર રૂપે પ્રસૂતિ થતી હોવાથી આબાધા વિનાના મુનિની જેમ તે અવશ્ય સુખ છે. ૨૦૦૭ll
વિવેચન - સંસારમાં પુણ્ય કે પાપના ફળસ્વરૂપે જે કંઈ છે તે સર્વે પણ દુઃખ જ છે. પુણ્યના ફળમાં જે સુખનો વ્યવહાર થાય છે તે ઉપચાર છે અને જો તથ્થસુખ અન્યત્ર હોય તો જ ઉપચાર કરાય છે. તેથી મુક્તિમાં આત્માના પોતાના ગુણોના આનંદરૂપ જે સુખ છે. તે જ તથ્ય સુખ છે અર્થાત્ સાચું સુખ છે. ઉપચાર વિનાનું સુખ છે. કારણ કે ઉપચાર વિનાનું જો સાચું સુખ જગતમાં હોય તો જ બીજા સ્થાને તેનો ઉપચાર કરાય છે. સાચા સુખ વિના સુખનો ઉપચાર થાય નહીં.
પ્રશ્ન - મોક્ષનું સુખ એ સાચું સુખ છે એમ કેમ કહો છો ?
ઉત્તર - મોક્ષનું સુખ એ સ્વાભાવિક સુખ છે. પોતાના ગુણોના આનંદનું સુખ છે. તે સુખ ઉત્સુકતાજન્ય અરતિના પ્રતિકારરૂપે ઉત્પન્ન થયેલું નથી. પરંતુ નિષ્પતિકારરૂપે તેની ઉત્પત્તિ થયેલી છે.