________________
૬00
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
તાવ આદિ રોગો શરીરમાં પેદા થયા હોય ત્યારે કોઈ પણ પુરુષને અવિપરીત બુદ્ધિ હોય તો દુઃખનો જ અનુભવ થાય છે. કોઈને પણ સુખનો અનુભવ થતો નથી. કોઈપણ જીવ પાપફળના ઉદયકાલે ભાગાભાગ જ કરે છે, ચીસો પાડે છે, રડે છે. માટે પાપફળ એ તો પ્રત્યક્ષ દુઃખ જ છે. તેથી તમે જે બીજું અનુમાન કરીને અમારી સામે એમ કહ્યું હતું કે આવું તો બોલતાં અમને પણ આવડે છે. અમે પણ આવું કહી શકીએ છીએ કે “પપપત્ન અશ્વમેવ યેનન્યત્વત્ પુર્નિવ” પણ તમારી આ વાત સર્વથા ખોટી છે. પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કારણ કે પાપનું ફળ તો કોઈને પણ સુખરૂપે અનુભવાતું નથી.
તથા આ સંસારચક્રમાં પુષ્પમાલા-ચંદન અને સ્ત્રી આદિ ભોગસામગ્રીના સંયોગાદિથી ઉત્પન્ન થયેલું જે કંઈ પણ સુખ દેખાય છે તે પણ પરમાર્થથી દુઃખ જ છે. ફક્ત અંગના (સ્ત્રી) આદિનો સંભોગ કરવારૂપી વિષયસુખ ભોગવવાની જે ઉત્સુકતારૂપી અરતિઆત્મક દુઃખ છે તેનો પ્રતિકાર માત્ર કરનારી (થોડો કાલ ઉત્સુકતાને અટકાવનારી) આ સંભોગાદિની ક્રિયા છે. તે ખરેખર દુઃખાત્મક હોવા છતાં પણ મૂઢ માણસો (મોહાધ માણસો) વડે તેને સુખરૂપે કલ્પાયેલ છે. જેમ ખસના રોગવાળાને ખણજ ઉપડે તે દુઃખરૂપ છે. છતાં તે ઉત્સુકતાને રોકનારી ખણવાની ક્રિયાને મૂઢ માણસો સુખ માને છે. હકીકતથી તો ખણવાની ક્રિયા કરવાથી ખસનો રોગ મટતો નથી પણ ખસનો રોગ વધે છે. ફક્ત તે કાલે ઉપડેલી ખણજને આ ક્રિયા પ્રતિકાર માત્ર કરવા સ્વરૂપ છે. પણ રોગ મટાડનાર નથી, બલ્ક રોગ વધારનાર છે. માટે ખણજ ખણવી એ પરમાર્થે દુઃખ જ છે. તેવી રીતે ભોગજન્ય સુખ એ ભોગોની પિપાસાને વધારનાર છે. માત્ર તે કાલે ઉત્પન્ન થયેલી ઉત્સુકતાને મટાડનાર છે. પણ વાસ્તવિકપણે ભોગની ભૂખને મટાડનાર નથી પણ વધારનાર છે માટે દુઃખરૂપ જ છે.
- પાપના ઉદયથી આવનાર શૂલારોપણ (શૈલી ઉપર ચઢવું), શૂલ (કાંટો વાગવો), શિરોબાધાદિ વ્યાધિ (માથું દુઃખવું વગેરે રોગો), બંધ (કારાવાસાદિમાં બંધાવું), વધાદિ (માર ખાવી અથવા આપણો વધ થાય ઈત્યાદિ)થી ઉત્પન્ન થયેલું દુઃખ તો દુઃખ છે જ. આ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. આ રીતે પુણ્યોદયથી જન્ય હોય કે પાપોદયથી જન્ય હોય પણ આખરે સર્વે ભાવો કર્મની પરતંત્રતાવાળા છે, પરાધીનતાને વધારનારા છે, અનેક ઉપાધિઓવાળા છે, દુઃખની જ પરંપરા લાવનારા છે. તેથી પરમાર્થે બને દુઃખરૂપ જ છે. મોહાલ્વ જીવોએ પુણ્યફળને ભલે સુખ કપ્યું હોય પરંતુ વાસ્તવિકપણે તે સુખ પણ ભોગોની પિપાસા વધારતું હોવાથી, તથા તેની પ્રાપ્તિમાં અને સંરક્ષણમાં અનેક ઉપાધિઓ વધારતું હોવાથી અને પરવશતા હોવાથી તે દુઃખરૂપ જ છે.