SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૬૦૧ પ્રશ્ન - હે ભગવાન્ ! રમણીની સાથેના સંભોગનું સુખ, ચક્રવર્તી જેવી મોટી પદવીની પ્રાપ્તિનું સુખ, આવાં આવાં સાંસારિક અનેક સુખો સુખરૂપે સર્વ લોકોને સ્વયં અનુભવાય છે. આ બાબતમાં સર્વ લોકો સાક્ષી છે. લોકો તેની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરે છે. તેવાં વિષયસુખોને “તમે દુઃખ જ છે” આવું જે કહો છો ત્યાં આવું કહેતા તમને “પ્રત્યક્ષ વિરોધ” આવશે. કારણ કે આપ આ સુખોને દુઃખ કહો છો અને સર્વ લોકો તેને સુખ માને છે. તેના માટે જ સતત પ્રયત્ન કરે છે. માટે તમારી વાતનો પ્રત્યક્ષ વિરોધ આવશે ? ઉત્તર - તમારો આ પ્રશ્ન અયુક્ત જ છે. વિષયસુખોમાં જે સુખબુદ્ધિ છે તે મોહમાં મૂઢ બનેલા જીવોને જ સુખ દેખાય છે. હકીકતમાં સુખ નથી. પરંતુ મોહાશ્વેતાના કારણે તે વિષયસુખો ભોગવવાની જે ઉત્સુકતા છે તેનાથી ઉત્પન્ન થયેલી જે અરતિ (આકુલવ્યાકુલતા-ઉદ્વેગ) રૂપ જે દુઃખ છે તેનો માત્ર પ્રતિકાર કરનારું જ આ વિષયસુખ છે. મોહાલ્વ જીવોને દુઃખમાં પણ સુખાભાસ થાય છે. જેમ ખસના રોગવાળાને ખણજ સુખકારી લાગે છે પણ તે સુખ છે નહીં તથા અપથ્ય આહારનો ઉપભોગ કરતાં સ્વાદની આધીનતાના કારણે સુખ લાગે છે પરંતુ અપથ્ય આહાર હોવાથી પરિણામે દુઃખ આપનાર જ બને છે તેમ આ વિષયસુખ પણ દુઃખરૂપ જ છે આમ જાણવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે - नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगृह्य ताम् । गाढायासितसर्वाङ्गः, स सुखी रमते किल ॥१॥ औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा, क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमापगमनाय यथा श्रमाय, राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम् ॥२॥ भुक्ताः श्रियः सकलकामदुधास्ततः, किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किं, कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ? ॥३॥ इत्थं न किञ्चिदपि साधनसाध्यजातं, स्वप्नेन्द्रजालसदृशं परमार्थशून्यम् । अत्यन्तनिर्वृतिकरं यदपेतबाधं, तद् ब्रह्म वाञ्छत जनाः ! यदि चेतनाऽस्ति ॥४॥ અર્થ - મંદ મંદ અવાજ કરતી એવી તે સ્ત્રીને આલિંગન કરીને ગાઢપણે આયાસિત કરાયાં છે સર્વ અંગો જેના વડે એવો તે પુરુષ પોતાની જાતને સુખી માનતો જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય તેમ નગ્ન થઈને ભોગક્રિીડા કરે છે. ll૧ રાજા ન બન્યા હોઈએ ત્યાં સુધી રાજા બનવાની જે ઉત્સુકતા છે તે ઉત્સુકતાને જ માત્ર રાજ્યપ્રાપ્તિ દૂર કરે છે. પછી તો પ્રાપ્ત થયેલા રાજ્યના પરિપાલનની ચિંતા જ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy