________________
(૮)
(૫)
(૬)
(૪) ચોથા વ્યક્ત, ભૂતોના અસ્તિત્વનો સંદેહ
પાંચમા સુધર્મા, આ ભવ અને પરભવનું સાદશ્ય
છટ્ટા મંડિક, બંધ-મોક્ષની શંકા (૭) સાતમા મૌર્યપુત્ર, દેવોના અસ્તિત્વની શંકા (૮) આઠમા અકંપિત, નરકના અસ્તિત્વની શંકા (૯) નવમા અચલભ્રાત - પુણ્ય-પાપના અસ્તિત્વની શંકા (૧૦) દસમા મેતાર્ય - પરલોકના અસ્તિત્વની શંકા
(૧૧) અગિયારમા પ્રભાસ - નિર્વાણના અસ્તિત્વની શંકા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી :
શ્રી વિશેષાવશ્યકભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી ક્યારે થયા? તે વિષે વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યની સમાપ્તિ વિક્રમ સંવત ૬૬૬ માં વલ્લભીપૂરમાં થયાનો ઉલ્લેખ પ્રાચીન પ્રતમાં મળે છે. તે ઉપરથી તેઓશ્રી છઠ્ઠા-સાતમા સૈકામાં થયા હશે એમ વિદ્વાનો અનુમાન કરે છે. તેઓની દૃષ્ટિ આગમની પ્રધાનતાવાળી હતી. તેથી તેઓ આગમવાદી તરીકે જૈનદર્શનમાં પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓથી ૧૦૦/૨૦૦ વર્ષ આસપાસ નિકટના પૂર્વકાલમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી મેલવાદિસૂરીશ્વરજી આદિ મહાન આચાર્યો થયા છે. તે યુગ દાર્શનિક બાબતોનો વાદ-વિવાદનો યુગ હતો. શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકભાષ્યમાં (૧) પાંચ જ્ઞાનોનો વિષય, (૨) અગિયાર ગણધરોના વાદવિવાદનો વિષય, (૩) આઠ નિહ્નવોના મતોનો વિષય અને (૪) સાત નયોનો વિષય આ ચાર વિષયો સૌથી વધારે વિસ્તૃતપણે ચર્ચેલા છે. તેઓના ગ્રન્થોની જ્યાં ત્યાં સાક્ષી અપાય છે. એટલે તેઓના ગ્રન્થો દર્શન પ્રભાવક કહેવાય છે. કોઈપણ વસ્તુનું સાંગોપાંગપણે વર્ણન કરવામાં તેમનું નામ શિખરસ્થાને રહેલું છે. શ્રી જિનભદ્રગણિજીની સાહિત્યરચના :
જૈનદર્શનમાં આ આચાર્ય મહારાજશ્રી વિશિષ્ટ સાહિત્યની રચના કરનારા હતા. ધાર્મિક વિષય, ન્યાયવિષયક અને વાદવિષયક વિપુલ સાહિત્ય તેઓશ્રીએ બનાવ્યું છે. મુખ્ય ગ્રન્થો નીચે મુજબ છે : (૧) વિશેષાવશ્યકભાષ્ય - પ્રાકૃત પદ્ય (૨) વિશેષાવશ્યકભાષ્ય - પ્રાકૃત, તથા
સ્વોપજ્ઞવૃત્તિ - સંસ્કૃત ગદ્ય (૩) બૃહત્સંગ્રહણી - પ્રાકૃત પદ્ય (૪) બૃહëત્ર સમાસ - પ્રાકૃત પદ્ય