________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પ્રશ્ન - અહીં મૂલગાથામાં સમો પબૈરૂત્રો જે લખ્યું છે ત્યાં શ્રમણ અને પ્રવૃજિત એટલે શું ?
ઉત્તર - શ્રાવતીતિ શ્રમ = સંસારથી વિશ્રામ પામેલા, સંસારનો ત્યાગ કરેલા, સંસારથી ઉગી બનેલા, વૈરાગી બનેલા. અર્થાત્ સાધુ બનેલા, સંયમી થયેલા તેને શ્રમણ કહેવાય છે અને પ્રવૃત્તિત એટલે પાપાત્ દ્રષિત: અર્થાત્ ૧૮ પાપસ્થાનકોથી દૂર થયેલા, પ્રાણાતિપાત આદિ પાંચે પાપસ્થાનકને છોડીને પાંચ મહાવ્રતધારી બનેલા, દીક્ષિત થયેલા. તેને પ્રવ્રજિત કહેવાય છે.
પ્રશ્ન - સમી પવ્યો = મૂલગાથામાં જે લખ્યું છે તેનો અર્થ એવો થાય છે કે તે શ્રમણ દીક્ષિત થયા, ત્યાં પ્રશ્ન થાય છે કે જો તે શ્રમણ છે એટલે કે સાધુ જ છે. તો તેઓએ દીક્ષા લીધેલી જ હોય, હવે દીક્ષા લીધી આમ કેમ લખ્યું છે ? અને જો હવે દીક્ષા લેતા હોય તો દીક્ષા લેતી વખતે તેઓ ગૃહસ્થ છે, સંસારી છે, શ્રમણ નથી તો તે શ્રમણ દીક્ષિત થયા આમ કેમ લખ્યું ? તે ઈન્દ્રભૂતિ દીક્ષિત થયા આમ લખવું જોઈએ. સારાંશ કે જો ઈન્દ્રભૂતિ શ્રમણ હોય તો હવે તેઓને દીક્ષા લેવાની ન હોય, લીધેલી જ હોય, અને હવે દીક્ષિત થતા હોય તો પૂર્વકાલમાં તેઓને શ્રમણ ન કહેવાય. પરંતુ ઈન્દ્રભૂતિ અથવા ગૃહસ્થ કહેવાય તો આવું શા માટે લખ્યું ?
ઉત્તર = તમારો પ્રશ્ન ઠીક છે. પરંતુ નય બે પ્રકારના છે એક વ્યવહારનય કે “જે ન હોય તે થાય” = અસદુત્વને આમ માને છે. જેમકે તલમાં તલકાલે તેલ નથી તેથી જ ઘાણીમાં પીલવા પડે છે ત્યારે જ તેલ નીકળે છે. “નથી તે થયું” માટીમાં ઘટ નથી કારણ કે માટીકાલે જલાધારાદિ કાર્ય થતું નથી તેથી ચક્ર-દંડ-ચીવર આદિ સામગ્રી દ્વારા કુલાલ વડે બનાવાય છે. માટે “જે ઘટ નથી તે બનાવાયો” = મદુત્વદ્યતે તથા મિથ્યાત્વી હોય તે ત્રણ કરણાદિ દ્વારા સમ્યકત્વ પામે, તેમ જે ગૃહસ્થ હોય પણ સાધુ ન હોય તે જ પંચ મહાવ્રતાદિ ધારણ કરવા વડે અને સાવદ્ય યોગનો ત્યાગ કરવા વડે સાધુ થાય. આ દૃષ્ટિ વ્યવહારનયની છે તે એમ માને છે કે આ સંસારમાં જે ન હોય તે થાય, જે છે જ તેને થવાનું શું ? જે વિદ્યમાન જ છે તે થતું નથી, થયેલું જ છે.
પરંતુ નિશ્ચયનય કંઈક જુદું કહે છે. તેનું કહેવું એવું છે કે આ સંસારમાં જે નથી હોતું તે કદાપિ ઉત્પન્ન થતું જ નથી. જેમકે ખરશૃંગ વધ્યાપુત્ર, આકાશપુષ્પ, શશશૃંગ ઈત્યાદિ, તેથી સવોત્પત્તિ જે હોય છે તે જ થાય છે. જેમકે તલમાં તેલ છે. તો જ ઘાણીમાં પીલવાથી પ્રગટ થાય છે. જો તલમાં તેલ ન હોય અને નીકળતું હોય તો રેતીમાં પણ