________________
ગણધરવાદ
૯૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે અને માત્ર અસ્તિપર્યાયોની જ વિચારણા કરીએ ત્યારે વિશેષ ધર્મની વિવક્ષાએ પૃથુબુબ્બોદરાદિ એવું ઘટનું પ્રતિનિયત સ્વરૂપ હોવાથી જે પૃથુબુબ્બોદરાદિ આકારવાળો અને જલાદિને ધારણ કરવામાં સમર્થ એવો ઘટ વાચ્ય તરીકે રૂઢ છે. તેનો જ આ ઘટશબ્દ વાચક બને છે. આ પ્રમાણે સર્વે પણ શબ્દો વિશેષ વિવક્ષાએ જે દેશમાં, જે જે કાલે, જે જે અર્થના વાચક તરીકે લોકમાં રૂઢ હોય તે તે દેશમાં, તે તે કાલે, તે તે અર્થના જ વાચક બને છે અને સ્વ-પર એમ ઉભયપર્યાયની વિવક્ષાએ એટલે કે સામાન્યવિવક્ષાએ સર્વે શબ્દો સર્વના વાચક બને છે અને સર્વે વસ્તુઓ સર્વે શબ્દોથી વાચ્ય પણ બને છે. આ રીતે ઉપર કહેલી નીતિ-રીતિ મુજબ સર્વત્ર પોતાની બુદ્ધિથી સ્વયં પણ સમજી લેવું.
આ પ્રમાણે ત્રણે જગતના સૂક્ષ્માતિસૂમ સ્વરૂપને જાણનારા એવા તે ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે પરને સમજાવવાના સર્વ ઉપાયોમાં અતિશય કુશળ હોવાના કારણે જેમ તીક્ષ્ણ એવી ધારદાર છરી વડે ગાઢ એવી વેલડીનો સમૂહ છેદાય છે. તેમ નિપુણ યુક્તિઓની ધારાવાહી રૂપ છરી દ્વારા અતિશય નજીકના કાલમાં જ થવાનું છે પરમ કલ્યાણ જેનું એવા અર્થાત્ જેની ભવિતવ્યતા બરાબર પાકી ચૂકી છે એવા ઈન્દ્રભૂતિનો સમસ્ત એવો સંશય મૂલથી જ છેદાયો. ll૧૬૦૨-૧૬૦૩ll
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविष्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६०४॥ (छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन ।।
સ શ્રમUT: પ્રવ્રગિત:, પમ: સદ ઇshશનૈઃ )
ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા શ્રી જિનેશ્વર મહાવીર પ્રભુ વડે સંશય છેદાયે છતે શ્રમણ એવા તે ઈન્દ્રભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષિત થયા. //૧૬૦૪ll
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ અને જન્મ-જરામૃત્યુ વિનાના થયેલા છે. જો કે હજુ ચાલુ ભવનું મૃત્યુ આવવાનું બાકી છે. તો પણ વારંવાર મૃત્યુ ન આવવાનું હોવાથી એકવારનું મૃત્યુ એ અલ્પમાત્ર હોવાથી તેની વિવક્ષા ન કરવાના કારણે મૃત્યુ વિનાના પણ કહેવાય છે. આવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રભૂતિનો હૃદયમાં રહેલો અને કોઈને પણ નહી કહેલો અત્યન્ત ગુપ્ત રાખેલો સંશય છે. તેથી પોતાના (૫00) પાંચસો શિષ્યો સાથે ઈન્દ્રભૂતિએ પ્રભુશ્રી મહાવીર પ્રભુ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી બન્યા.