________________
૯૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ જે પોતાનું વિદ્યમાન સ્વરૂપ છે તે સઘળા તેના અસ્તિપર્યાય અર્થાત્ સ્વપર્યાય છે અને તે જ વસ્તુમાં જે જે સ્વરૂપ વિદ્યમાન નથી તે બધાંનું નાસ્તિપણે તેમાં છે. ઘટ એ પટ નથી તેથી ઘટમાં પટનું નાસ્તિપણું ચોક્કસ છે. આ રીતે સમસ્ત વિશ્વના સમસ્ત પદાર્થોનું નાસ્તિપણું ઘટમાં છે. તેથી એક ઘટ સ્વપર્યાયોને આશ્રયી અસ્તિસ્વરૂપે અને પરપર્યાયોને આશ્રયી નાસ્તિસ્વરૂપે વિચારતાં એક ઘટ પદાર્થ પણ બને પર્યાયને આશ્રયી સર્વમય છે એમ સિદ્ધ થાય છે. આ જ રીતે પટ પણ પટીય ધર્મોને આશ્રયી અસ્તિ અને શેષ સઘળા પણ પદાર્થોના ધર્મોને આશ્રયી નાસ્તિ વિચારતાં પટ પણ સર્વમય છે. આ રીતે વિશ્વમાં રહેલી સઘળી પણ વસ્તુ સ્વપર્યાય અને પરપર્યાય (અસ્તિપર્યાય અને નાસ્તિપર્યાય) એમ ઉભયને આશ્રયી “સર્વમય” છે. તેથી જ મૂલગાથામાં કહ્યું છે કે “સબૈ વિય સત્રમર્થ सपरपज्जायओ जओ निययं"
બને પર્યાયને આશ્રયી વસ્તુ સર્વમય હોવા છતાં પણ માત્ર એકલા સ્વપર્યાયને જ આશ્રયી જો વસ્તુની વિચારણા કરાય એટલે કે ઘટમાં અસ્તિસ્વરૂપે સંભવતા ધર્મોની જ જો વિચારણા કરાય તો ઘટ એ માત્ર ઘટ જ છે. તે ઘટમાં સંભવતા ધર્મોની અપેક્ષાએ અસ્તિસ્વરૂપ છે. પરંતુ પટ-મઠ ઈત્યાદિ ઈતર વસ્તુસ્વરૂપે નથી. કારણ કે ઈતરવસ્તુના ધર્મો તે ઘટમાં અસ્તિસ્વરૂપે નથી, નાસ્તિ સ્વરૂપે છે. આ કારણે ઘટપદાર્થ એ પટાદિ ઈતર પદાર્થોથી વિવિક્ત = ભિન્ન ગણાય છે તેથી ઘટ એ સર્વમય નથી પણ અસર્વમય છે. એકલા અસ્તિપર્યાય તો પોતાના જ છે. ઈતરપદાર્થોના પર્યાયો ત્યાં અસ્તિસ્વરૂપે નથી. આ જ વાત મૂલગાથાના ઉત્તરાર્ધમાં કરી છે. “સબૂમસલ્વયં પિ ય વિવિત્તરૂવું વિવસ્થાઓ'
આ રીતે જગતમાં રહેલા તમામ પદાર્થો સ્વપર્યાયમાત્રથી વિચારો તો ઈતરવસ્તુઓથી ભિન્નસ્વરૂપવાળા છે એટલે કે વિશેષાત્મક છે અને સ્વ-પરપર્યાયોથી સાથે વિચારો તો સર્વે પણ વસ્તુઓ સર્વમય હોવાથી સામાન્યાત્મક છે. એકલા પરપર્યાય માત્રથી વસ્તુ વિચારો તો દરેક વસ્તુ નાસ્તિસ્વરૂપ છે. અર્થાત્ અભાવાત્મક છે. આમ સ્યાદ્વાદશૈલિથી જો તમે કંઈ પણ સૂક્ષ્મ વિચાર કરશો તો સમજાશે કે સર્વવસ્તુ સર્વમય હોય છે. તેથી સર્વત્ર અમુક શબ્દોનો અમુક જ અર્થ થાય એવો નિયમ નથી. એક શબ્દનો એક ક્ષેત્રમાં જુદો અર્થ હોય, બીજા ક્ષેત્રમાં જુદો અર્થ ચાલતો હોય. એક કાલે જુદો અર્થ હોય અને બીજા કાલે જુદો અર્થ હોય. માટે સર્વત્ર અનૈકાન્તિપણું = સ્યાદ્વાદપણું જાણવું.
આ રીતે વિચાર કરતાં “સ્વ-પર એમ ઉભયપર્યાયની અપેક્ષાએ” સામાન્ય વિવક્ષા કરીએ ત્યારે ઘટશબ્દ સર્વાત્મક બનવાથી સર્વે પણ દ્રવ્ય-ગુણ-ક્રિયાદિ અર્થોનો વાચક બને