________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
વિશેષમય છે. તેથી સર્વે પણ વસ્તુ સ્વ-પરપર્યાયની વિવક્ષાના આધારે નાનાવિધ (અનેક પ્રકારે) છે. ૧૬૦૨-૧૬૦૩॥
૮૯
વિવેચન - આ સંસારમાં વસ્તુને જણાવનારા જે જે શબ્દો બોલાય છે તે “વાચક’ કહેવાય છે અને શબ્દોથી પ્રતિપાદન કરવા યોગ્ય જે જે અર્થ છે તે “વાચ્ય” કહેવાય છે. આમ અનંત વાચક અને અનંત વાચ્યથી આ સંસાર ભરેલો છે. તે સઘળાય વાચકશબ્દો અને વાચ્યપદાર્થો સ્વપર્યાય અને પરપર્યાય એમ ઉભયપર્યાયની વિવક્ષાએ “સર્વમય” છે. સર્વાત્મક છે અને કેવળ એકલા સ્વપર્યાય માત્રની વિવક્ષાએ સર્વે પણ વાચ્ય-વાચક ભાવો “અસર્વમય” છે અર્થાત્ અન્યથી વ્યાવૃત્ત એવા તે વિશેષ રૂપ પણ છે. સારાંશ કે ઉભયપર્યાયની વિવક્ષાએ સર્વવસ્તુઓ સર્વમય છે અને માત્ર સ્વપર્યાયની વિવક્ષાએ સર્વે વસ્તુઓ અસર્વમય (વિશેષ સ્વરૂપે) છે અને માત્ર પરપર્યાયની વિવક્ષાએ નાસ્તિસ્વરૂપ પણ સર્વે વસ્તુઓ છે. તેથી સર્વે પણ પદોનો અર્થ વિવક્ષાના વશથી જ સામાન્યમય પણ થાય છે અને વિશેષમય પણ થાય છે. પરંતુ એકાન્તે આવા જ પદાર્થો છે અને આવા પદાર્થો નથી એમ એકાન્તતા સંભવતી નથી. આ વાત કંઈક વિસ્તારથી સમજીએ
-
સર્વે પણ પદાર્થોમાં પર્યાયો બે જાતના હોય છે. એક “અસ્તિ” સ્વરૂપ પર્યાયો કે જેને સ્વપર્યાય કહેવાય છે અને બીજા “નાસ્તિ” સ્વરૂપ પર્યાયો કે જેને પરપર્યાય કહેવાય છે. જેમકે માટીનો બનાવેલ એક ઘટ છે. તેમાં માટીદ્રવ્યને આશ્રયી ઘટપણું વર્તે છે તેથી તે અસ્તિપર્યાય અથવા સ્વપર્યાય કહેવાય, પણ સોનાનો ઘટ કે રૂપાનો ઘટ કે તાંબાનો ઘટ તે ન કહેવાય. તેથી ઈતરદ્રવ્યને આશ્રયી ઘટપણું તેમાં નથી તેથી તે નાસ્તિપર્યાય કહેવાય અથવા પરપર્યાય કહેવાય. આ દ્રવ્યાશ્રયી વિચારણા થઈ. એવી જ રીતે તે ઘટ અમદાવાદમાં બનાવ્યો હોય તો અમદાવાદ ક્ષેત્રને આશ્રયી અસ્તિપણું બાકીનાં તમામ નગરોને આશ્રયી નાસ્તિપણું તેમાં છે. તેથી જ બીજા કોઈ નગરનો બનાવેલો ઘટ કોઈને જોઈતો હોય તો તે ઘટ કામ ન આવે આ ક્ષેત્ર આશ્રયી વિચારણા થઈ. એવી જ રીતે
જે
ઋતુ આદિ કાલમાં બનાવ્યો હોય તે કાલને આશ્રયી અસ્તિપણું અને શેષકાલને આશ્રયી નાસ્તિપણું જાણવું. તથા જેવા આકારનો જેવા વર્ણાદિવાળો બનાવ્યો હોય અને જે આકાર તથા જે વર્ણાદિ તેમાં નથી તેને આશ્રયી નાસ્તિપર્યાય જાણવા.
અસ્તિપર્યાય
તથા ઘટમાં ઘટ વિનાના તમામ પદાર્થોનું નાસ્તિપણું વર્તે છે. તેથી તે સઘળા પરપર્યાયો પણ નાસ્તિ સ્વરૂપે ઘટમાં છે. માટે ઘટના પર્યાય કહેવાય છે. આવી રીતે વિચારતાં ઘટ-પટ ઈત્યાદિ કોઈપણ એક વસ્તુની તમે વિવક્ષા કરો ત્યારે તે વસ્તુમાં જે