________________
૮૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૭) ગુડથવી = અથવા દરેક શબ્દો શું ગુણવાચક જ છે ? ગુણ અર્થને જ કહેનારા છે ? જેમ શુક્લ-કૃષ્ણ-નીલ-પીત-રક્ત વગેરે શબ્દો જેમ ધોળા-કાળા-નીલા-પીળા અને લાલ વર્ણ રૂપ ગુણને જ જણાવે છે તેમ સર્વે પણ શબ્દો શું માત્ર ગુણ અર્થને જ કહેનારા છે? સારાંશ કે વક્તાના મુખથી બોલાતા એવા શબ્દો તથા વેદ-શ્રુતિ-પુરાણ અને ઉપનિષદોમાં કહેલા સર્વે પણ શબ્દો શું શ્રવણમાત્ર અર્થવાળા છે ? કે વિજ્ઞાન અર્થને સૂચવનારા છે ? કે વસ્તુનો ભેદ કરી નિશ્ચિત પદાર્થને કહેનારા છે ? કે સર્વે પણ શબ્દો જાતિવાચી છે? કે દ્રવ્યવાચી છે? કે ક્રિયાવાચી છે? કે ગુણવાચી છે ? આવા પ્રકારનો સંશય તમારા હૃદયમાં વર્તે છે પરંતુ હે ગૌતમ ! તમારો આ સંશય અયુક્ત જ છે.
કારણ કે આ શબ્દ આ જ અર્થનો વાચક છે અને આ અર્થનો વાચક નથી. આવા પ્રકારની વસ્તુધર્મનો નિર્ણય કરવો તે યોગ્ય નથી. શબ્દ પણ ભાષાવર્ગણાના પુલોનું બનેલું એક દ્રવ્ય વિશેષ જ છે તે કંઈ આકાશનો ગુણ નથી. પણ સૂક્ષ્મ, ચક્ષુથી અદૃશ્ય, વર્ણાદિ ગુણવાળો, શ્રોત્રેન્દ્રિયમાત્ર ગોચર એવો પદાર્થ વિશેષ જ છે. તે સ્વપર્યાય અને પરપર્યાયથી અનંતપર્યાયવાળો અર્થાત્ સર્વમય છે. તેથી “આવા પ્રકારના અર્થનો જ તે વાચક છે અને આવા પ્રકારના અર્થનો તે વાચક નથી” આવા પ્રકારનું તે શબ્દના ધર્મનું અવધારણ કરવું ઉચિત નથી. આ જ વાત હવે પછીની બે ગાથામાં યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. /૧૬૦૦-૧૬૦૧TI
सव्वं चिय सव्वमयं, स-परपज्जायओ जओ निययं । सव्वमसव्वमयं पि य, विवित्तरूवं विवक्खाओ ॥१६०२॥ सामण्णविसेसमओ तेण पयत्थो विवक्खया जुत्तो । वत्थुस्स विस्सरूवो, पजायावेक्खया सव्वो ॥१६०३॥ (सर्वमेव सर्वमयं, स्वपरपर्यायतो यतो नियतम् । सर्वमसर्वमयमपि च विविक्तरूपं विवक्षया ॥ सामान्यविशेषमयस्तेन पदार्थो विवक्षया युक्तः । વસ્તુનો વિશ્વરૂપ:, પર્યાયાપેક્ષા સર્વ: NI)
ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ સ્વપર્યાય અને પરપર્યાયની (એમ ઉભયની) અપેક્ષાએ નક્કી સર્વમય છે. છતાં માત્ર સ્વપર્યાયની વિવક્ષો વડે સર્વે પણ વસ્તુ વિવિક્તરૂપવાળી થઈ છતી અસર્વમય પણ છે જ. તેથી સર્વે પદાર્થો વિવક્ષાના વશથી સામાન્યમય અને