________________
| II મોર્ય નામના સાતમા ગણધર II હવે “મૌર્ય” નામના સાતમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं मोरिओ आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८६४॥ आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८६५॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, मौर्य आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥ आभाषितश्च जिनेन, जाति-जरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - તે છએ ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “મૌર્ય” નામના સાતમા પંડિતજી જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. ૧૮૬૪
જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી મહાવીર પરમાત્માએ “મૌર્ય” એવા નામપૂર્વક તથા તેઓના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. (વ્યવહારથી ભલે આવ્યા એમ આવકાર આપ્યો.) l/૧૮૬૫ll
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ જ છે. પરંતુ “મૌર્ય” પંડિતજી પોતાના છ વડીલોને પરમાત્મા વડે પરાજિત થયેલા અને દીક્ષા લઈને તેમના શિષ્ય બનેલા સાંભળીને બહુ આશ્ચર્ય પામ્યા અને “આ પરમાત્મા ખરેખર વાસ્તવિક સર્વજ્ઞ-સર્વદર્શી વીતરાગ પ્રભુ” છે. આમ અહોભાવવાળા બન્યા. દ્વેષનો ખળભળાટ સર્વથા ચાલ્યો ગયો અને પૂજ્યભાવ વધારેને વધારે વ્યાપ્ત થતો ગયો. મનમાં વિચારે છે કે હું જલ્દી જલ્દી પ્રભુ પાસે જાઉં, વંદન કરું અને વંદન કરીને પરમાત્માનો શિષ્ય બનીને સેવા કરું. આવું વિચારીને પોતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે જવા નીકળે છે.
ત્યાં જ્યારે નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા-મૃત્યુ વિનાના એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે “હે મૌર્ય” ઈત્યાદિ નામ અને ગોત્રપૂર્વક તેમને બોલાવાયા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા. એમ કોમલ આમંત્રણ આપીને વ્યવહારથી આવકાર્યા. ll૧૮૬૪-૧૮૬પા