________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૪૫
લગાડીને એવો અર્થ કરો છો કે જીવ કર્મોથી બંધાતો નથી. માટે બંધ-મોક્ષ નથી. પરંતુ આ પાઠ મુક્તજીવ માટે છે. મુક્ત જીવો કેવલજ્ઞાન વડે સર્વ જગતને દેખે છે. તેથી જ્ઞાન દ્વારા સર્વવ્યાપી પણ છે. તથા વિકારાત્મક મોહજન્ય જે ક્રોધ-માન-માયા-લોભ ઈત્યાદિ અવગુણ સ્વરૂપ જે ગુણ છે તે જેમના ચાલ્યા ગયા છે એવા સિદ્ધાત્મા = મુક્તાત્મા વિગુણ કહેવાય છે અને ફરીથી કર્મોથી બંધાતો નથી. આવો આ પાઠનો અર્થ છે.
આ પાઠ સંસારી જીવમાં બંધ-મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારો છે. આમ તમે જે લગાડો છો તે અયુક્ત છે. કારણ કે તે સઘળા પાઠો મુક્તાત્માના વિષયવાળા છે અને મોક્ષગત આત્મામાં બંધ-મોક્ષ સંભવતા નથી એવું તો અમે પણ માનીએ જ છીએ. તે બાબતમાં તો અમારે અને તમારે કોઈ વિવાદ નથી. તેથી સંસારી જીવોને કર્મોનો બંધ અને મોક્ષ અવશ્ય હોય જ છે. એમ તમે સ્વીકારો. તે આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિકબ્રાહ્મણનો સંશય છેદાયો. ll૧૮૬૧-૧૮૬૨
મંડિકબ્રાહ્મણનો સંશય છેદાયે છતે તે પંડિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, अद्भुटेहिं सह खंडियसएहिं ॥१८६३॥ (छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन ।
શ્રમી: પ્રવૃત્તિતોર્થવતુર્થે. સદ ઘડિશનૈઃ I)
ગાથાર્થ - જરા-મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે મંડિકબ્રાહ્મણનો સંશય છેદયે છતે તે શ્રમણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે દીક્ષિત થયા. //૧૮૬૩
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિક બ્રાહ્મણનો “બંધ અને મોક્ષ” ના વિષયનો સંશય અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ દ્વારા છેદાયો. મંડિકના મનમાંથી સંશય સર્વથા દૂર થયો. પરમાત્મા પ્રત્યે અહોભાવ અને પૂજ્યભાવ સવિશેષ પ્રગટ થયો અને ત્યાંને ત્યાં પોતાના ત્રણસો પચાસ શિષ્યો સાથે શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયા. “તે શ્રમણ દીક્ષિત થયા” આમ જે લખ્યું છે. તે નિશ્ચયનયને આશ્રયી જાણવું. જ્યારે મંડિકજીએ દીક્ષા લીધી ત્યારે મંડિક નામના છઠ્ઠા ગણધર તરીકે ઘોષિત કરાયા. ll૧૮૬૩
છઠ્ઠા ગણધર શ્રી મંડિકજીનો વાદ સમાપ્ત થયો