________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૧ હોય તો ફળ ન મળે. આ ન્યાયે આ સર્વે જીવો મૃત્યુ પછી નિયમા મોક્ષે જ જાય અને દાનાદિ શુભ ક્રિયા કરનારા જીવો પુણ્યબંધની આશંસા રાખતા હોવાથી તે ફળ ભોગવવા અન્ય અન્ય ભવો કરતાં સંસારમાં રખડનારા જ બનશે. આ વાત યુક્તિસંગત નથી. હે અગ્નિભૂતિ ! તમારી માન્યતામાં આવા દોષો આવશે.
અગ્નિભૂતિ કહે છે કે - હે ભગવાન્ ! ભલેને એમ જ હો. એમ માનવામાં અમને શું દોષ છે ? અશુભ ક્રિયા કરનારા સર્વે જીવો મૃત્યુ પછી (પાપબંધ ન હોવાથી) મોક્ષ જાય અને શુભ ક્રિયા કરનારા (પુણ્યબંધવાળા હોવાથી) સંસારમાં રખડે અને સંસારના સુખે સુખી થાય, આમ માનીએ તો શું વાંધો ? અમને તો આમ માનવામાં પણ કંઈ દોષ દેખાતો નથી.
ભગવાન કહે છે કે હે અગ્નિભૂતિ ! આમ માનવામાં ઘણી મોટી બાધા (પીડાદોષ) છે. જો ખરેખર આમ જ હોય તો કૃષિ-વેપાર અને પશુવિનાશ આદિ અશુભક્રિયા કરનારા સર્વે પણ જીવો અદૃષ્ટફળ એવું જે પાપબંધરૂપ કર્મ, તેનો સંચય ન થવાથી મૃત્યુ બાદ તમારી માન્યતા મુજબ સર્વે પણ જીવોનું મુક્તિગમન જ થશે. અશુભક્રિયા કરનારા જીવોમાંનો એક પણ જીવ આ સંસારમાં રહેશે નહીં અને તેથી જ તેવા પાપકર્મના વિપાકને અનુભવનારા દુઃખી-દુઃખી જીવો આ સંસારમાં કોઈ એક પણ હશે નહીં અને દાનાદિ શુભક્રિયાઓને કરનારા તથા તેના શુભફળને (સાંસારિક સુખસંપત્તિ અને વૈભવને) જ ભોગવનારા જીવો કેવળ બાકી રહેશે અને તે બધા પુણ્યબંધવાળા હોવાથી સુખી સુખી જ રહેશે. એટલે કે બધા સુખી જ રહેશે. દુઃખી એક પણ નહીં હોય આવું બનશે. પણ જગતમાં આવું દેખાતું નથી. તેથી તમારી માન્યતા ખોટી છે.
આ સંસારમાં દુઃખી કોઈ હોય જ નહીં અને બધા સુખી જ હોય એવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. માટે તમારી વાત મિથ્યા છે. ઉલટું દુઃખી જીવો ઘણા છે અને સુખી જીવો ઓછા છે. તેથી ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય પણ અશુભ ક્રિયાનું અને શુભક્રિયાનું અષ્ટફળ (પાપબંધ અને પુણ્યબંધ) અવશ્ય છે જ અને અન્ય બાહ્ય સામગ્રીના અભાવે અવિકલ કારણતા ન મળવાથી દૃષ્ટફળ (ધાન્યપ્રાપ્તિ અને યશ આદિ) મળવામાં અનેક વિકલ્પો છે, મળે પણ ખરું અને ન પણ મળે. ઓછું પણ મળે અને વધારે પણ મળે ઈત્યાદિ. ll૧૬૨૧II
जमणिट्ठभोगभाजो, बहुतरगा जं च नेह मइपुव्वं । अद्दिवाणिट्ठफलं, कोइ वि किरियं समारभइ ॥१६२२॥