________________
૧૨૦ બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ છે તે ન હોવાથી મૃત્યુ પછી સંસારમાં તેઓને જકડી રાખે એવું કોઈ પ્રતિબંધકતત્ત્વ ન હોવાથી વિના પ્રયત્ન મુક્તિમાં જ જાય. સંસારમાં જન્મ-મરણ કરવાનું કારણ જે પાપબંધ છે તે પાપબંધ આવી અશુભ ક્રિયા કરનારાઓને ન હોવાથી મરે એટલે તુરત જ મોક્ષ જ જાય. તેથી આ રીતે પાપક્રિયા કરનારા જીવો પણ નિરંતર મોક્ષે જ જો જાય તો આ સંસાર શૂન્ય થઈ જાય. કારણ કે પાપકર્મ કરનારા જીવો આ સંસારમાં બહુ જ છે અને તે પાપકર્મ કરનારા ધર્મ કર્યા વિના મૃત્યુ પછી તુરત જ મોક્ષે જાય અને નિરંતર જીવોનું મોક્ષ ગમન થવાથી આ સંસાર અલ્પજીવોવાળો અથવા શૂન્ય થઈ જાય આ એક મોટો દોષ આવે.
(૨) તથા “મને પુણ્ય બંધાય, ધર્મ થાય” ઈત્યાદિ આશંસાપૂર્વક કરાયેલી દાનાદિ ક્રિયાઓથી કર્તાની ઈચ્છા છે માટે જો પુણ્ય બંધાતું હોય અને ધર્મ થતો હોય તો અદૃષ્ટ ફળવાળી એવી તે દાનાદિ ક્રિયાઓનો કરાયેલો જે પ્રારંભ છે તે જ ક્લેશબહુલ થશે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરાવવાનું કારણ બનશે. કારણ કે દાનાદિ ક્રિયા કરનારા જીવો મને આ ક્રિયાઓથી પુણ્ય બંધાય એવી આશંસા રાખે છે અને આશંસા હોય તેને તે ફળ મળે જ છે એવું તમારું માનવું છે. તેથી આ દાનાદિ ક્રિયા કરનારા જીવો અદૃષ્ટ ફળને (પુણ્યકર્મ બાંધીને બીજા ભવમાં ઘણી ધનાદિ સુખસામગ્રીને) અવશ્ય પામશે જ. કારણ કે તમારા મત પ્રમાણે તે ફળ તે જીવો વડે ઈચ્છાયું છે અને કર્તા જે ફળની આશંસા રાખે તે ફળ મળે છે આવો તમારો મત છે. તેથી ભવાન્તરમાં સુખી જ થશે. ત્યારબાદ તે જીવો બીજા ભવમાં તે પુણ્યબંધના વિપાકને (ફળને-સુખને) અનુભવતા છતા તેવું જ સંસારનું સુખ મેળવવાને પ્રેરાયા છતા ફરીથી પણ દાનાદિ ક્રિયાઓમાં જ પ્રવૃત્તિ કરશે અને મનમાં માનશે કે ગયા ભવમાં કંઈક દાનાદિ ક્રિયાઓ દ્વારા પુણ્ય ઉપાર્જન કરેલું છે તો જ આ ભવમાં આવી સુખસંપત્તિ અને વૈભવ મળેલ છે. હવે જો હું આ ભવમાં કંઈ નવાં દાનાદિ પુણ્યકર્મો નહીં કરું તો આ સંપત્તિનો વૈભવ ચાલ્યો જશે અને હું દુઃખી દુઃખી થઈ જઈશ. તેથી ચાલો આ બીજા ભવમાં પણ દાનાદિ પુણ્યક્રિયાઓ કરીએ. આમ સુખમાં અંજાયેલા આ જીવો ફરીથી પણ દાનાદિ શુભક્રિયાઓમાં જ સવિશેષ પ્રવૃત્તિ કરશે, તેનાથી ફરીથી પણ અદૃષ્ટફળ (પુણ્યબંધ) થવા વડે ત્રીજો ભવ નક્કી થશે ત્યાં પણ તે પુણ્યનો વિપાક (સુખસંપત્તિ) મળશે. તેને ભોગવતાં ફરીથી પણ અષ્ટફળની આશંસાથી દાનાદિ શુભક્રિયાઓ કરશે. આ રીતે દાનાદિ શુભ ક્રિયાઓ કરનારાને તો અનંતાનંત જન્મ-મરણની પરંપરા સ્વરૂપ સંસારની વૃદ્ધિ જ થશે. સારાંશ કે અશુભ ક્રિયા કરનારા કોઈ પાપબંધની આશંસા રાખતા નથી. આશંસા હોય તો જ ફળ મળે અને આશંસા ન