________________
૧૨૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
तेण पडिवज, किरिया अघिद्वेगंतियप्फला सव्वा । दिट्ठाणेगंतफला सा वि अदिट्ठाणुभावेण ॥१६२३॥ (यदनिष्टभोगभाजो, बहुतरका यच्च नेह मतिपूर्वाम् ।
अदष्टानिष्टफलां, कश्चिदपि क्रियां समारभते ॥ तेन प्रतिपद्यस्व क्रियाऽदृष्टैकान्तिकफला सर्वा । दृष्टानैकान्तिकफला, साऽप्यदृष्टानुभावेन ॥)
ગાથાર્થ - જે કારણથી અનિષ્ટ ભોગને (દુ:ખને) પામનારા જીવો આ સંસારમાં બહુ છે અને પાપકર્મનો બંધ થવા રૂપ અનિષ્ટ ફળની બુદ્ધિપૂર્વક આશંસા રાખીને કોઈ જીવ કૃષિ આદિ અશુભ ક્રિયા કરતા નથી. તેથી હે અગ્નિભૂતિ ! તમે આ વાતનો સ્વીકાર કરો કે સર્વે પણ ક્રિયા નિયમો અદેખફળને આપનારી જ છે (પાપ-પુણ્યને નિયમો બંધાવનારી જ છે) તથા તે સર્વે ક્રિયા દૃષ્ટફળ (ધાન્યપ્રાપ્તિ આદિ) આપવામાં અનૈકાન્તિક ફળ વાળી છે અને તે પણ અદૃષ્ટ એવા પાપ-પુણ્યના કારણે જ છે. ll૧૬૨૨-૧૬૨૭ll
વિવેચન - હે અગ્નિભૂતિ ! અનિષ્ટભોગનો (પ્રતિકુળતાઓનો) અનુભવ કરનારા જીવો આ સંસારમાં બહુ છે. એટલે કે અશુભ કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં દુઃખોનો અનુભવ કરનારા એવા દુઃખી જીવોની સંખ્યા બહુ છે અને શુભકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં સુખોનો અનુભવ કરનારા એવા સુખી જીવોની સંખ્યા અતિશય અલ્પ છે. તે કારણથી સ્પષ્ટ સમજાય છે કે દાનાદિ શુભ ક્રિયા હોય કે કૃષિ આદિ અશુભ ક્રિયા હોય પરંતુ સર્વે પણ ક્રિયા શુભાશુભ કર્મબંધરૂપ (પુણ્યબંધ અને પાપબંધ સ્વરૂપ) અદેખફળને અવશ્ય આપનારી છે. અષ્ટફળ આપવામાં એકાન્તિક (નિશ્ચિત) ફળ આપનારી છે. શુભ ક્રિયાઓ આ જીવ પાસે અવશ્ય પુણ્યબંધ કરાવે જ છે અને અશુભક્રિયાઓ અવશ્ય પાપબંધ કરાવે જ છે.
સારાંશ એ છે કે આ સંસારમાં દુઃખી જીવો ઘણા છે અને સુખી જીવો અત્યન્ત અલ્પ છે. તે ઉપરથી સમજાય છે કે કૃષિ-વેપાર અને પશુવિનાશ આદિ અશુભ ક્રિયા કરનારાની સંખ્યા બહુ છે. તે ક્રિયાઓ દ્વારા બાંધેલા પાપકર્મરૂપ અદૃષ્ટફળનો વિપાક (દુઃખ) પણ બહુ જીવોને છે. તેથી દુઃખીની સંખ્યા ઘણી છે અને તેનાથી ઈતર એવી દાનાદિ શુભક્રિયા કરનારા જીવોની સંખ્યા અલ્પ છે અને તે દાનાદિ ક્રિયાઓ દ્વારા બાંધેલા પુણ્યકર્મરૂપ અદૃષ્ટફળનો વિપાક (સુખ) પણ અલ્પ જીવોને જ છે. તેથી સુખીની સંખ્યા અત્યન્ત અલ્પ છે.