________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૩
અશુભ ક્રિયા કરનારા જીવો બહુ, તેથી પાપબંધ કરનારા બહુ અને તેથી દુઃખી જીવો બહુ છે. શુભક્રિયાઓ કરનારા અલ્પ, તેથી પુણ્યબંધ કરનારા અલ્પ અને તેથી સુખી જીવો અલ્પ છે.
પ્રશ્ન - ઉપરોક્ત વાતથી વિપરીત આ સંસારમાં કેમ નથી બનતું ? અર્થાત્ દુઃખી જીવો અલ્પ અને સુખી જીવો બહુ. અશુભક્રિયા કરનારા અલ્પ અને શુભ ક્રિયા કરનારા બહુ, આમ કેમ થતું નથી ?
ઉત્તર - હે અગ્નિભૂતિ ! આ સંસારમાં મોહનીયકર્મના ઉદયને કારણે અશુભક્રિયા કરનારાઓની સંખ્યા સદાકાલ બહુ જ હોય છે. તેથી પાપકર્મ કરનારાઓની જ સંખ્યા બહુ હોય છે. આ કારણે દુઃખી જીવો જ ઘણા હોય છે. મોહનીય કર્મની મંદતા બહુ અલ્પજીવોને જ હોય છે. તેથી શુભક્રિયા કરનારા જીવોની સંખ્યા સદાકાલ અલ્પ જ હોય છે. તેથી પુણ્યકર્મ બાંધનારાની સંખ્યા અલ્પમાત્રાએ જ હોય છે. આ કારણે સુખી જીવોની સંખ્યા નિરંતર અલ્પ જ હોય છે.
પ્રશ્ન - હે ભગવાન્ ! જો કૃષિ આદિ અશુભ ક્રિયા કરનારાઓને અદેખું ફળ પ્રાપ્ત થતું જ હોય. અર્થાત્ પાપકર્મ બંધાતું જ હોય તો દાનાદિ શુભક્રિયા કરનારા જીવો જેમ આ ક્રિયાથી અમને પુણ્યબંધ રૂપ અદષ્ટ ફળ મળજો જેનાથી ભવાન્તરમાં અમે સુખી થઈએ આવી આશંસા રાખે છે અને આવી આશંસા રાખીને જ પ્રાયઃ દાનાદિ શુભક્રિયા કરે છે તેવી રીતે કૃષિ આદિ અશુભક્રિયા કરનારા જીવો આ ક્રિયાથી અમને પાપબંધ થવા સ્વરૂપ અદૃષ્ટફળ પ્રાપ્ત થજો કે જેથી અમે ભવાન્તરમાં દુઃખી થઈએ, આવી આશંસા રાખીને કૃષિ આદિ અશુભક્રિયા કરનારા બનવા જોઈએ, આવું કેમ બનતું નથી ? પાપબંધ અને દુઃખી થવાની આશંસા રાખીને અશુભ ક્રિયા કરનારો કોઈ એક જીવ પણ કેમ દેખાતો નથી ? દાનાદિ ક્રિયા કરનારા પુણ્યબંધની અને સુખની આશંસા રાખે છે તેમ ખેતી-વેપાર આદિ ક્રિયા કરનારા જીવો પાપબંધ અને દુઃખની આશંસા રાખીને કરનારા બનવા જોઈએ.
ઉત્તર - સંસારી સર્વે પણ જીવો સુખને જ ઈચ્છે છે, દુઃખને કોઈ ઈચ્છતું નથી. સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વેડપિ સુરમિચ્છત્તિ, હું છું નેચ્છત્તિ માનવ:” પરંતુ દુઃખ આવ્યા વિના રહેતું નથી. આ રીતે દુઃખપ્રાપ્તિની આશંસા નથી છતાં બહુજીવોને દુઃખ આવે જ છે અને સુખપ્રાપ્તિની તીવ્ર આશંસા છે છતાં સુખપ્રાપ્તિ કોઈકને જ થાય છે. તેથી પણ માનવું જોઈએ કે આશંસા પ્રમાણે ફળપ્રાપ્તિ