________________
૧૨૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
થતી નથી. પરંતુ અવિકલકારણને અનુસારે ફળપ્રાપ્તિ થાય છે. માટે અશુભક્રિયા પાપબંધનું કારણ હોવાથી અને શુભક્રિયા પુણ્યબંધનું કારણ હોવાથી તે તે કારણને અનુરૂપ પાપના બંધરૂપ અને પુણ્યના બંધરૂપ અદૃષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માટે શુભાશુભ સર્વે પણ ક્રિયા અદૃષ્ટફળપ્રાપ્તિમાં ઐકાન્તિક કારણ છે. તે ક્રિયાઓથી પુણ્ય-પાપબંધ રૂપ અદૃષ્ટફળ અવશ્ય મળે જ છે. ઈચ્છા કે આશંસા પ્રમાણે ફળ મળતું નથી. પરંતુ અવિકલ કારણો મળવાથી તે તે કાર્ય થાય છે.
ધાન્યપ્રાપ્તિ-અર્થપ્રાપ્તિ અને માંસભક્ષણ આદિની આશંસાપૂર્વક કરાયેલી કૃષિવેપાર અને પશુવિનાશની ક્રિયા તે તે દૃષ્ટફળ આપવામાં અનૈકાન્તિક છે. દૃષ્ટફળ આપે અથવા ન પણ આપે, અર્થાત્ શુભાશુભ સર્વે પણ ક્રિયા અદૃષ્ટફળ આપવામાં ઐકાન્તિક છે અને દૃષ્ટફળ આપવામાં અનૈકાન્તિક (વૈકલ્પિક) છે. દૃષ્ટફળ આપે અથવા ન પણ આપે. પરંતુ અદૃષ્ટફળ તો અવશ્ય આપે જ.
પ્રશ્ન - આમ કેમ ? દૃષ્ટફળ જ અવશ્ય પ્રાપ્ત થાય, આવો નિયમ કેમ નહીં ? અને અર્દષ્ટ ફળ અવશ્ય મળે જ, તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ મળે જ, આનું કારણ શું ? શુભ કે અશુભ આમ સર્વે પણ ક્રિયા દૃષ્ટફળની આશંસા રાખીને જ કરાય છે. તો પણ તેની પ્રાપ્તિ વિકલ્પવાળી અને અર્દષ્ટફળની આશંસા કરાતી નથી છતાં તેની પ્રાપ્તિ નિયમા, આમ કેમ ?
ઉત્તર - દૃષ્ટફળમાં જે વિસંવાદ છે એકને ફળપ્રાપ્તિ થાય છે અને બીજાને ફળપ્રાપ્તિ થતી નથી. તેથી પણ સમજાય છે કે આમ ફળપ્રાપ્તિના વિસંવાદમાં અર્દષ્ટ જ કારણ છે. એટલે કે પૂર્વકાલમાં બાંધેલા પુણ્ય અને પાપના વિપાકોદયને કારણે જ દૃષ્ટફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ થાય છે. અર્થાત્ તેમાં પણ અવશ્ય અદૃષ્ટ જ (કર્મ જ) કામ કરે છે. સરખે સરખા સાધનોપૂર્વક આરંભ કરાયેલી તુલ્ય ક્રિયાવાળા બે જીવોમાં કે બહુ જીવોમાં એકને દૃષ્ટફળની અપ્રાપ્તિ થાય છે અને બીજા જીવને તેવી દૃષ્ટફળની અપ્રાપ્તિ થતી નથી. આ વિસંવાદ અંદર રહેલા (પાપ અને પુણ્યરૂપ) અદૃષ્ટકારણ વિના સંભવિત નથી. માટે પણ હે અગ્નિભૂતિ ! પાપ-પુણ્યરૂપ અદૃષ્ટકારણ (કર્મતત્ત્વ) છે જ. આમ સ્વીકારવું જોઈએ. આ વાત અમે પહેલાં ‘‘નો તુમાળાનું તે વિશેનો ન સો વિળા હેૐ'' ઈત્યાદિ ૧૬૧૩ મી ગાથામાં કહી ગયા છીએ. ૧૬૨૨-૧૬૨૩
अहवा फलाउ कम्मं, कज्जत्तणओ पसाहियं पुव्वं । परमाणवो घडस्स व, किरियाण तयं फलं भिन्नं ॥ १६२४॥