________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૯ પાપનું બનેલું એક મિશ્રકર્મ છે. આવો જે ત્રીજો પક્ષ છે, તે કોઈપણ રીતે યુક્તિ-સંગતિને પામતો નથી.
પરંતુ પુણ્ય એ સુખહેતુ છે અને પાપ એ દુઃખહેતુ છે. એ રીતે ભિન્ન ભિન્ન કર્મ છે, પરંતુ આખરે બન્ને પણ કર્મ છે. એમ કર્મપણે સાધારણરૂપે તે બન્ને કર્મોની અભિન્નતા-એકતા-સમાનતા ઈચ્છાય તો અમને જૈનોને સિદ્ધસાધ્યતા છે. અર્થાત્ અમારે કોઈ વાંધો નથી. કર્મપણે સમાનતા છે. જેમકે સાતા અને યશકીર્તિ વગેરે પુણ્યકર્મની અને અસાતા અપયશ વગેરે પાપકર્મની પ્રકૃતિ હોવા છતાં પણ “કર્મપણે” સમાનતા-એકતા અમારા વડે પણ સ્વીકારાઈ છે. જેમ ગાય અને ઘોડો ગોવધર્મથી અને અશ્વત્વધર્મથી ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ પશુત્વધર્મથી સમાન છે જ. તેમ અહીં પુણ્ય અને પાપકર્મ પુણ્યપણે અને પાપપણે ભિન્ન હોવા છતાં પણ “કર્મપણે” અવશ્ય સમાન છે. આ રીતે ઉપરોક્ત ચર્ચાથી પુણ્ય અને પાપ સ્વરૂપે પુણ્યકર્મ અને પાપકર્મ અવશ્ય બને ભિન્ન ભિન્ન છે જ.
આ રીતે હે અચલાતજી ! સુખ અને દુઃખની વિચિત્રતામાં કારણપણે અનુક્રમે પુણ્યકર્મ અને પાપકર્મ એમ બન્ને ભિન્ન ભિન્ન રૂપે કારણ હોવાથી યથોક્ત-ન્યાયે ભેદ સિદ્ધ થાય છે. માટે તમારે આ વિષયમાં સંશય કરવો ઉચિત નથી.
વળી જો પુણ્યકર્મ અને પાપકર્મ જેવા બે ભેદવાળું કર્મ ન માનીએ તો તમારા વેદમાં કહેલી નીતિ પ્રમાણે સમજાવેલા એવા અગ્નિહોત્રાદિ યજ્ઞાની અને લોકમાં સર્વત્ર પ્રસિદ્ધ એવાં દાનાદિ ધર્મકાર્યોની નિષ્ફળતા થઈ જશે. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. ll૧૯૪૬
असइ बहि पुन्नपावे, जमग्गिहोत्ताइं सग्गकामस्स । तदसंबद्धं सव्वं, दाणाइफलं च लोअम्मि ॥१९४७॥ (असतोर्बहिः पुण्यपापयोर्यदग्निहोत्रादि स्वर्गकामस्य । तदसम्बन्धं सर्वं दानादिफलं च लोके ॥)
ગાથાર્થ - જો પુણ્ય અને પાપ આમ બે ભિન્ન-ભિન કર્મોનું અસ્તિત્વ ન માનીએ તો બહાર (અન્ય ગ્રંથોમાં અર્થાત્ વેદોમાં) સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાનું અને લોકમાં પ્રસિદ્ધ એવી દાનાદિ ધર્મક્રિયાઓનું જે ફળ કહ્યું છે તે સર્વ સંબંધ વિનાનું થાય. ll૧૯૪૭ll.