________________
૫૩૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
સર્વથા સારી રીતે મિશ્ર થયેલા અને એકસ્વરૂપ બનેલા એવા હેતુની (કારણની) અલ્પતા અને બહુલતાનો ભેદ હોતે છતે કાર્યની અલ્પતા અને બહુલતા હોઈ શકે છે પણ કાર્યની અલ્પતા અને બહુલતા છોડીને સ્વરૂપમાત્રનો ભેદ પ્રમાણથી ઘટી શકતો નથી. જેમકે દૂધ-ખાંડ-ચા અને મસાલો મિશ્ર કરીને એકમેક થયેલી પીવાય એવી ચા બનાવાય છે. તેમાં દૂધ અને ખાંડ મિશ્ર થયેલાં છે, એકરૂપ બનેલાં છે. તેમાં દૂધ એ શ્વેતતાનું કારણ છે અને ખાંડ એ મધુરતાનું કારણ છે. દૂધ અલ્પમાત્રાએ હોય તો શ્વેતતા અલ્પ અને દૂધ અધિકમાત્રામાં હોય તો શ્વેતતા અધિક હોય આમ બની શકે છે. પરંતુ દૂધ અધિક હોય તો શ્વેતતા અધિક અને દૂધ અલ્પ હોય તો શ્વેતતા અલ્પને બદલે મધુરતા અધિક આવી જાય આવું બનતું નથી. કારણ કે દૂધ એ મધુરતાનું કારણ જ નથી. આ જ રીતે ખાંડ અધિક હોય તો મધુરતા અધિક પણ ખાંડ અલ્પમાત્રામાં હોય તો મધુરતા અલ્પ થવાને બદલે શ્વેતતા અધિક થઈ જાય. આમ વિપરીત કાર્ય થતું દેખાતું નથી. તેમ પુણ્યકર્મની અધિકતાએ સુખાતિશય અને પુણ્યકર્મની હીનતાએ સુખની અલ્પતા હોઈ શકે છે. પણ પુણ્યકર્મ અલ્પ હોય ત્યારે દુઃખની બહુલતા હોય એમ ઘટી શકતું નથી. એવી જ રીતે પાપની અલ્પતાએ દુઃખની અલ્પતા હોય પણ તેનાથી સુખનું પ્રાચૂર્વ ઘટતું નથી.
તથા મેચકમણિ અનેક વર્ષો દેખાવાનું કારણ છે અને અનેક વર્ણો દેખાવા એ તેનું કાર્ય છે. માટે મેચકમણિથી તેના કાર્યરૂપે અનેક વર્ષો દેખાય છે, પણ કોઈ એક વર્ણની ઉત્કટતા દેખાતી નથી. કારણ કે તે તેનું કાર્ય નથી. તેમ અહીં સમજવું. તેથી સુખપ્રાચૂર્યનું કારણ અન્ય છે (પાપની અલ્પતા એ સુખપ્રાચૂર્ણનું કારણ નથી પણ પુણ્યની અધિકતા એ કારણ છે.) તથા દુઃખપ્રાચૂર્યનું પણ કારણ અન્ય છે. (પુણ્યની હીનતા એ કારણ નથી પણ પાપની અધિકતા એ કારણ છે.)
સર્વથા એકસ્વરૂપ બનેલ અને સંપૂર્ણપણે મિશ્ર થયેલા એવા પુણ્ય-પાપાત્મક એક જ કર્મને કારણ માનવાથી સુખ-પ્રાસૂર્યના કારણભૂત પુણ્યાંશની જે વૃદ્ધિ છે તે દુઃખાતિશયના કારણભૂત એવા પાપાંશની હાનિ વડે થાય છે અને તે સુખાતિશયનું કારણ બને છે આમ કલ્પવું ઉચિત નથી. કારણ કે આમ કલ્પવાથી મિશ્ર થયેલા એવા તે કર્મમાં પુષ્પાંશ અને પાપાંશનો ભેદ થઈ જવાનો પ્રસંગ આવે અર્થાત્ મિશ્ર એવી એકકાર્યતા રહે નહીં. તે આ પ્રમાણે - જેની વૃદ્ધિમાં જે ન વધે તે તેનાથી ભિન્ન હોય છે. જેમકે દેવદત્તની વૃદ્ધિ થાય (દેવદત્તનું શરીર વધે) એટલે યજ્ઞદત્તનું શરીર વધતું હોય એવો નિયમ નથી. કારણ કે તે બન્ને ભિન્ન છે. એવી જ રીતે પુણ્યશની વૃદ્ધિ થાય ત્યારે પાપાંશની પણ વૃદ્ધિ જ થાય એવો નિયમ નથી. માટે પુણ્યકર્મથી પાપકર્મ ભિન તત્ત્વ છે. ઉપરોક્ત ચર્ચાથી પુણ્ય