________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૭ શોધનક્રિયા વડે શોધીને મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયરૂપ બે પુંજ નવા બનાવ્યા છે. તેમાં શોધિત મિથ્યાત્વનાં જે પુગલો છે કે જેને સમ્યકત્વ નહીં પણ સમ્યકત્વમોહનીયકર્મ કહેવાય છે તે કર્મ હોવાથી આ કર્મ આત્માને શંકા-કાંક્ષા વગેરે અતિચારો ઉત્પન્ન કરવારૂપ અનર્થનો હેતુ હોવાથી અશુભ જ છે અને અશુભ હોવાથી પાપ છે.
પ્રશ્ન - જો સમ્યકત્વમોહનીયકર્મ શંકા-કાંક્ષાદિ અતિચાર ઉત્પાદક છે તો તેને સમ્યકત્વ કેમ કહેવાય છે ?
ઉત્તર - સમ્યકત્વમોહનીયકર્મ જો કે શંકા-કાંક્ષા આદિ અતિચારો ઉત્પન્ન કરનાર છે તો પણ આત્મામાં રહેલી સમ્યગુરૂચિ સ્વરૂપ જે સમ્યકત્વગુણ છે તે ગુણનું અતિશયપણે આ કર્મ આવારક બનતું નથી, માત્ર અતિચાર ઉત્પાદક બને છે. પરંતુ રુચિગુણનું પૂર્ણપણે આવારક કર્મ ન હોવાથી માત્ર ઉપચારથી જ આ સમ્યકત્વ કહેવાય છે. પરમાર્થથી તો આ કર્મ મિથ્યાત્વમોહનીય જ છે. માત્ર રસઘાત દ્વારા રસ કંઈક મંદ કરેલ હોવાથી ગુણનું પૂર્ણપણે આવારક બનતું નથી. તેથી ઉપચારે સમ્યકત્વ કહેવાય છે. આ કર્મ એ કંઈ આત્માનો ગુણ નથી. આટલી વાત પ્રસંગથી સમજાવી છે.
આ પુણ્ય અને પાપ નામનું બન્ને પ્રકારનું કર્મ સવિપાક પણ હોય છે અને અવિપાક પણ હોય છે. જે કર્મ જેવું બાંધ્યું હોય તેવું વિપાકથી (રસોદયથી) કોઈક કર્મ ભોગવાય છે તે કર્મને સવિપાક કહેવાય છે. વિપાકોદયથી (રસોદયથી) ભોગવાય તેવું કહેવાય છે અને કોઈક કર્મ જેવું બાંધ્યું હોય તેવા રસે ન ભોગવાતાં મંદરસવાળું કરીને લગભગ નીરસપ્રાય કરીને બીજા કર્મમાં સંક્રમાવીને ભોગવાય છે તેને પ્રદેશોદયથી ભોગવાયેલું એટલે કે અવિપાકવાળું કર્મ કહેવાય છે. આ પ્રમાણે પુણ્ય અને પાપના ભેદથી બે પ્રકારનું કર્મ છે. તેની વ્યવસ્થા સિદ્ધ કરી તેથી પણ્ય-પાપાત્મક મિશ્ર એક કર્મ છે આવી માન્યતાવાળા ત્રીજા પક્ષનું ખંડન થયું.
પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ નથી. તે વાત ઉપર સમજાવી તો છે જ. છતાં બીજી પણ યુક્તિ આપીને આ વાતનું ખંડન કરે છે કે તશયમયુવત: = હવે જણાવાતા એવા કારણથી પણ “મિશ્ર એવું એક કર્મ માનવું” તે અયુક્ત છે. જો પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ હોય તો સર્વે પણ સંસારી જીવોને તે કર્મ વિદ્યમાન હોવાથી તેના કાર્યરૂપે (ફળરૂપે) મિશ્ર એવાં સુખ અને દુઃખાત્મક અને કાર્ય સાથે હોવાનો પ્રસંગ આવે. અર્થાત્ સર્વ સંસારી જીવોને દુઃખ-સુખ બને હોવાં જ જોઈએ આવું બનવાનો પ્રસંગ આવે, પણ ન ચૈતસ્તિ = આવું બનતું નથી. કારણ કે દેવાદિ વિશિષ્ટ જીવોને કેવલ એકલું સુખ જ અધિક હોય છે આવું દેખાય છે અને નારકી જીવોને કેવલ એકલા દુઃખની જ પ્રચૂરતા દેખાય છે. જો એક જ કર્મ હોય તો આ ઘટે નહીં.