________________
૫૩૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પ્રશ્ન - કર્મગ્રંથ અને નવતત્ત્વાદિ અન્ય ગ્રન્થોમાં ૪૨ પુણ્ય પ્રકૃતિઓ સંભળાય છે તો અહીં ૪૬ કેમ કહી ?
ઉત્તર - સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, હાસ્ય અને રતિમોહનીય આ ચાર કર્મો મોહનીયકર્મના ભેદ છે. એના પ્રતિપક્ષી કર્મો કરતાં આ કર્મો કંઈક સુખદાયી-પ્રમોદહેતુ છે. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીય કરતાં સમ્યત્વમોહનીય સારી, સ્ત્રી-નપુંસક વેદ કરતાં પુરુષવેદ સારો, અરતિ-શોક કરતાં હાસ્ય-રતિ સારું. આવી વિવક્ષાએ વ્યવહારનયને આશ્રયી આ ચાર પ્રકૃતિઓ પુણ્યમાં વધારે ગણતાં ૪૬ પુણ્યપ્રકતિઓ અહીં તથા તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહી છે.
પરંતુ અન્ય આચાર્યો મોહનીયકર્મના સર્વે પણ ભેદો જીવમાં વિપર્યાયબુદ્ધિ કરવામાં હેતુ હોવાથી નિશ્ચયનયને આશ્રયી પાપ જ માને છે. તેથી તે ચાર કર્મો વિના બાકીની ૪૨ કર્મપ્રકૃતિઓને જ અન્ય આચાર્યો પુણ્ય કહે છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે -
सायं उच्चागोयं, नरतिरिदेवाउयाइं तह नामे । देवदुगं मणुयदुगं, पणिंदिजाई य तणुपणगं ॥१॥ अंगोवंगाण तिगं, पढमं संघयणमेव संठाणं । सुभवण्णाइचउक्वं, अगुरुलहू तहय परघायं ॥२॥ ऊसासं आयावं उज्जोय विहगगई वि य पसत्था । तस बायर-पजत्तं, पत्तेय थिरं सुभं सुभगं ॥३॥ सुस्सर आएज जसं, निम्मिण तित्थयरमेव एयाओ । बायालं पगईओ, पुण्णं ति जिणेहिं भणिआओ ॥४॥
આ ચારે ગાથાઓમાં ૪૨ પુણ્યપ્રકૃતિઓ ગણાવી છે. જે ઉપર કહેવાઈ ગઈ છે. એટલે ફરીથી લખતા નથી. આ ૪૨ સિવાયની બાકીની જે ૮૨ પ્રકૃતિઓ છે તે સર્વે અશુભ હોવાથી પાપકર્મ છે એમ જાણવું.
પ્રશ્ન - સમ્યકત્વને (સમ્યક્વમોહનીયકર્મને) અશુભ કેમ કહેવાય ? અને તેને પાપકર્મ કેમ કહેવાય ?
ઉત્તર - સમ્યક્ રુચિ સ્વરૂપ જે આત્મપરિણામ છે. તે તો શુભ જ છે. પણ તે આત્મપરિણામ હોવાથી આત્માનો ગુણ છે, કર્મ નથી. માટે તે અહીં અશુભપણે કહેવાતું નથી. પરંતુ પૂર્વકાલમાં જે મિથ્યાત્વ મોહનીયકર્મ બાંધ્યું છે અને તેનો રસઘાત કરીને