________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૫
લઈને આહારના પરિણમનની વિચિત્રતા સમજાવે છે - સ્ત્રી અથવા પુરુષાદિનું કોઈનું પણ જે એક શરીર છે તે શરીરમાં ભોજનસ્વરૂપે લેવાયેલો મોદકાદિનો જે આહાર છે તે એકસ્વરૂપવાળો હોવા છતાં પણ તે જ ક્ષણે સારાસારરૂપે જેમ પરિણામ પામે છે. કેટલાક આહાર રુધિર-માંસ-ચરબી અને હાડકાંની મજબૂતાઈરૂપે પરિણામ પામે છે વળી કેટલીક આહાર મૂત્ર અને પુરીષ (વિષ્ટા-મલ) રૂપે પરિણામ પામે છે. આ બન્ને પ્રકારનું પરિણમન એકરૂપવાળા આહારમાંથી એકીસાથે થાય છે. તેવી જ રીતે કર્મોમાં પણ અવિશિષ્ટ ભાવે ગ્રહણ કરાયેલાં કર્મયુગલોનો પરિણમનસ્વભાવ અને આશ્રય સ્વભાવના વશથી શુભાશુભરૂપે વિભાગ થાય છે. ll૧૯૪પી.
આ પ્રમાણે પુણ્ય-પાપ નામનાં બે પ્રકારનાં કર્મો છે. એમ પાંચ પક્ષોમાંના ચોથા પક્ષની સિદ્ધિ કરીને હવે તે પુણ્ય અને પાપકર્મના પેટાભેદરૂપે રહેલા પ્રકૃતિભેદો દ્વારા પણ પુણ્ય-પાપનો ભેદ સમજાવે છે.
सायं सम्मं हासं पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई । पुण्णं, सेसं पावं नेयं सविवागमविवागं ॥१९४६॥ (સાd સવિર્વ પુરુષ-રતિ-ગુમાવુંનમ-શોત્રાળ | પુષ્ય, પં પાપ રેવં વિપવિવિપામ્ )
ગાથાર્થ - સાતા, સમ્યકત્વમોહનીય, હાસ્ય, પુરુષવેદ, રતિ, શુભાયુષ્ય, શુભનામકર્મ અને શુભગોત્રકર્મ એ પુણ્યકર્મ છે. બાકીનું સઘળું ય પાપકર્મ છે. વળી તે સવિપાક અને અવિપાક એમ બે પ્રકારનું હોય છે. ll૧૯૪૬//
વિવેચન - સાતવેદનીયકર્મ, સમ્યકત્વમોહનીય (કે જે પૂર્વકાલમાં મિથ્યાત્વમોહરૂપે બંધાયું હતું અને તે પુદ્ગલોમાં રસઘાત કરીને મંદ બે ઠાણીયો અને એક ઠાણીયો રસ કરવા દ્વારા શોધીને સમ્યત્વમોહનીય રૂપે બનાવાયું છે તે કર્મ), હાસ્યમોહનીય, પુરુષવેદ, રતિમોહનીય, શુભાયુ, શુભનામ અને શુભગોત્ર આ સર્વે પણ કર્મો પુણ્યકર્મ કહેવાય છે. અહીં શુભાયુષ્ય કહ્યું હોવાથી નરકના આયુષ્યને વર્જીને શેષ (દેવ-મનુષ્ય અને તિર્યંચનું એમ) ત્રણ આયુષ્ય જાણવાં. શુભનામકર્મ શબ્દથી દેવદ્રિક, યશકીર્તિ, તીર્થકર નામકર્મ વગેરે નામકર્મની ૩૭ પ્રકૃતિઓ શુભ જાણવી. (દેવદ્રિક ૨, મનુષ્યદ્ધિક ૨, પંચેન્દ્રિયજાતિ ૧, શરીર ૫, અંગોપાંગ ૭, પ્રથમ સંઘયણ ૧, પ્રથમ સંસ્થાન ૧, વર્ણાદિ ચતુષ્ક ૪, શુભવિહાયોગતિ ૧, પરાઘાત આદિ (ઉપઘાત વિના) ૭ અને ત્રસદશક ૧૦ એમ ૩૭ નામકર્મની શુભ પ્રવૃતિઓ જાણવી.) શુભગોત્ર શબ્દથી ઉચ્ચગોત્રકર્મ જાણવું. આમ કુલ ૪૬ કર્મપ્રકૃતિઓ શુભ હોવાથી પુણ્ય જાણવું.